World News: Elon Muskને Grok AI મામલે લાગ્યો મોટો ઝટકો, આ બન્ને દેશોમાં લગાવાયો પ્રતિબંધ
ઇન્ડોનેશિયા અને મલેશિયાએ Grok AI પર પ્રતિબંધ લગાવ્યા છે. અને X તથા xAI પાસેથી જવાબ અને સુરક્ષા ઉપાયોની માગ કરી છે.
Grok AI પર પ્રતિબંધ
Elon Muskની કંપની xAIનું ચર્ચાસ્પદ AI ચેટબોટ Grok ફરીવાર વિવાદોના વંટોળમાં ફસાયુ છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાએ હંગામી ધોરણે Grok AI પર પ્રતિબંધ લગાવ્યા છે. Grok AI પર અશ્લીલ ડીપફેક ફોટો બનાવવાના આરોપ છે. મહિલાઓ અને બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાની સરકારે જણાવ્યુ છે કે, Grokની ટેક્નોલોજી ડિજિટલની દુનિયા માટે ખતરારૂપ બની છે.
સરકારી એક્શનમાં ફસાયુ Grok
ઇન્ડોનેશિયા અને મલેશિયાએ Grok પર હંગામી ધોરણે પ્રતિબંધ લગાવ્યા છે. અને સ્પષ્ટ કર્યુ છે કે, AIની સ્વતંત્રતા હવે નિયમો વિના નહી ચાલે. મલેશિયાની MCMCએ કહ્યુ છે કે, Grokનો ઉપયોગ અશ્લીલ કન્ટેન્ટ બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. અને તે પણ લોકોની પરવાનગી વિના બની રહ્યો હતો. જે યુઝર્સની પ્રાઇવસી માટે ખતરારૂપ હતુ. સરકારે જણાવ્યુ છે કે, આ પ્રકારનું AI ટેક્નોલોજી માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.
X અને xAIની બેદરકારી પર નારાજગી
મલેશિયાના નિયામકે કહ્યુ હતુ કે, તેઓએ X અને xAIને 3 અને 8 જાન્યુઆરીના રોજ નોટિસ મોકલી હતી. આ નોટિસોમાં પ્રભાવી ટેક્નોલોજીની સુરક્ષા ઉપાય લાગૂ કરવાની માગ કરાઇ હતી. પરંતુ કંપનીએ યુઝર્સ રિપોર્ટિંગ સિસ્ટમ પર ધ્યાન આપ્યુ હતુ અને ડીપફેક જનરેશન પર સમાધાન કર્યુ ન હતુ. આ કારણોસર Grok પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાના સંચાર અને ડિજિટલ મંત્રી મેઉત્યા હફીદે કહ્યુ હતુ કે, Grokમાંથી બનાવાતા નકલી અશ્લીલ કન્ટેન્ટ મહિલાઓ અને બાળકો માટે મોટા ખતરા સમાન છે.
આ પણ વાંચોઃ Viral Video: Europeની સુંદર ખીણો પાછળનું ‘ગંદુ’ સત્ય, વ્લોગરના વીડિયોએ મચાવ્યો હંગામો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

