World News: Greenland પર કબ્જો મેળવવા માટે America કરી રહ્યુ છે મંથન, ડેનમાર્ક, યૂરોપ અને નાટોમાં વધ્યો તણાવ
ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડના દરેક સ્થાનિકોને 90-90 લાખ રૂપિયા આપવાની યોજના પર કામ કરી રહ્યા છે.
કેમ મહત્ત્વનું છે ગ્રીનલેન્ડ ?
ગ્રીનલેન્ડના દરેક સ્થાનિકોને 90-90 લાખ રૂપિયા આપવાની યોજના બાબતે વોશિંગટનમાં વિચાર-મંથન ચાલી રહ્યુ છે. અમેરિકા વિવિધ રણનીતિ પર વિચાર કરી રહ્યુ છે. જો આ યોજના લાગુ કરવામાં આવે તો 57 હજાર ગ્રીનલેન્ડવાસીઓને $5.7 બિલિયનની ચુકવણી કરવી પડશે. ગ્રીનલેન્ડ ભલે વસ્તીની દ્રષ્ટીએ નાનું હોય. પરંતુ રણનૈતિક અને સેનાની દ્રષ્ટીએ તે સૌથી મહત્ત્વનું છે. ટ્રમ્પ અગાઉ પણ કહી ચુક્યા છે કે, ગ્રીનલેન્ડ પરનો કબ્જો અમેરિકા માટે મહત્ત્વનો છે.
સેના કાર્રવાઇની ધમકીથી વધ્યો તણાવ
હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યુ હતુ અને ચિંતાનો માહોલ ઉભો કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, જો જરુર પડશે તો ગ્રીનલેન્ડ પર સેનાની કાર્રવાઇ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના આ નિવેદનને સીધી ચેતવણીનારૂપમાં જોવામાં આવી રહ્યુ છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ બન્ને પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, ગ્રીનલેન્ડ કોના પણ કબ્જામાં આવશે નહી. અને કોઇપણ પ્રકારની જબરદસ્તી તેને મુશ્કેલીમાં મુકી શકે છે.
ગ્રીનલેન્ડમાં મિશ્રિત પ્રતિક્રિયા
ગ્રીનલેન્ડના સ્થાનિકોમાં આ ઘટના મામલે ભય અને ચિંતાનો માહોલ છે. કેટલાક લોકો ટ્રમ્પની ધમકીઓથી ચિંતિત છે. તો આ તરફ, વિપક્ષી પાર્ટી નાલેરાકે તેને સુવર્ણ તક તરીકે ગણાવી છે. પાર્ટીનું માનવુ છે કે, અમેરિકાનો રસ ગ્રીનલેન્ડના સ્થાનિકોની જીંદગી વધુ યોગ્ય બનાવવામાં છે. તો આ તરફ, ગ્રીનલેન્ડના સ્થાનિકોનું કહેવુ છે કે, તેઓ ન તો અમેરિકાવાસી બનવા ઇચ્છે છે કે ન તો ડેનિશ બનવા માગે છે. તેઓ ગ્રીનલેન્ડવાસીઓ બનીને જ ખુશ છે.
આ પણ વાંચોઃ Maharashtraના આ વિસ્તારોમાં દિવસ દરમિયાન રજાની જાહેરાત, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય, શું છે મામલો?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

