WPLમાં બેંગલુરુની સતત ચોથી જીત:દિલ્હીને 8 વિકેટે હરાવ્યું, કેપ્ટન મંધાનાએ 96 રન બનાવ્યા; બેલ-સાટઘરેને 3-3 વિકેટ
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત ચોથી મેચ જીતી લીધી. ટીમે શનિવારની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમે પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને પોતાની સ્થિતિ પણ મજબૂત કરી લીધી. નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં બેંગલુરુએ બોલિંગ પસંદ કરી. દિલ્હીએ શેફાલી વર્માની ફિફ્ટીના દમ પર 166 રન બનાવ્યા. લોરેન બેલ અને સયાલી સાટઘરેને 3-3 વિકેટ મળી. બેંગલુરુએ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 96 રનની મદદથી 18.2 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. દિલ્હીએ 10 રન પર 4 વિકેટ ગુમાવી
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે 10 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી. વિકેટકીપર લિઝેલ લી અને કેપ્ટન જેમિમા રોડ્રિગ્ઝ 4-4 રન બનાવીને આઉટ થઈ. જ્યારે લૌરા વોલવાર્ટ અને મારિજાને કેપ ખાતું પણ ખોલી શક્યા નહીં. શેફાલીએ 100 રન પાર કરાવ્યા
પાવરપ્લેમાં 4 વિકેટ પડવા છતાં ઓપનર શેફાલી વર્માએ દિલ્હીનો સ્કોરિંગ રેટ ઓછો થવા દીધો નહીં. તેણે પહેલા નિકી પ્રસાદ સાથે ફિફ્ટી પાર્ટનરશિપ કરી, પછી છેલ્લી બેટર્સ સાથે ટીમને 100 રનના પાર પહોંચાડી દીધી. તેની સામે નિકી 12, મિન્નુ મણિ 5 અને સ્નેહ રાણા 22 રન બનાવીને આઉટ થઈ ગઈ. શેફાલી પણ 41 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવીને 62 રન બનાવ્યા બાદ આઉટ થઈ. છેલ્લે લ્યુસી હેમિલ્ટને 19 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવીને 36 રન બનાવ્યા. ટીમ 166 રન બનાવીને ઓલઆઉટ થઈ. શ્રેયંકાએ 44 રન આપ્યા
બેંગલુરુ માટે લૌરેન બેલે 26 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે સયાલી સાટઘરેને 27 રન આપ્યા બાદ 3 વિકેટ મળી. પ્રેમા રાવતે 16 રન આપીને 2 વિકેટ લીધી. નદીન ડી ક્લર્કે 1 વિકેટ લીધી. એક બેટર રન આઉટ પણ થઈ. શ્રેયંકા પાટીલે 3 ઓવરમાં 44 રન આપી દીધા, પરંતુ કોઈ વિકેટ લઈ શકી નહીં. રાધા યાદવને પણ કોઈ વિકેટ મળી નહીં. હેરિસ 1 રન બનાવીને આઉટ
167 રનના ટાર્ગેટ સામે બેંગલુરુએ ત્રીજી જ ઓવરમાં ઓપનર ગ્રેસ હેરિસની વિકેટ ગુમાવી દીધી. તે 4 બોલમાં 1 રન બનાવીને શેફાલી વર્માના હાથે કેચ આઉટ થઈ, તેને મેરિઝાન કેપે પેવેલિયન ભેગી કરી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પછી જ્યોર્જિયા વોલ સાથે RCBને સંભાળી લીધું. પાવરપ્લેમાં ટીમ 37 રન જ બનાવી શકી, પરંતુ બીજી વિકેટ પડી નહીં. વોલ અને મંધાનાએ 7મી ઓવરમાં 12 અને 8મી ઓવરમાં 13 રન બનાવ્યા. 12 ઓવરમાં ટીમનો સ્કોર 113 રન સુધી પણ પહોંચાડી દીધો. મંધાનાએ ફિફ્ટી ફટકારી અને વોલ સાથે સેન્ચુરી પાર્ટનરશિપ કરી લીધી. બંનેએ 16 ઓવરમાં ટીમને 143 રન સુધી પહોંચાડી દીધી. અહીંથી છેલ્લી 24 બોલમાં 24 રન જોઈતા હતા, ટીમે 14 જ બોલમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો. મંધાના WPLમાં પ્રથમ સદી ફટકારવાથી ચૂકી
કેપ્ટન સ્મૃતિ મંધાના 96 રન બનાવીને આઉટ થઈ, તેની સામે જ્યોર્જિયા વોલે 54 રન બનાવ્યા. મંધાના WPL ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બનવાથી ચૂકી ગઈ. તેના પહેલા 2 ખેલાડીઓ 99-99 રન બનાવી ચૂક્યા હતા. મંધાના બિગ બેશ લીગ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1-1 સદી ફટકારી ચૂકી છે. દિલ્હીની ત્રીજી હાર
ચોથી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ટીમને 4 મેચમાં ત્રીજી હાર મળી, ટીમની એકમાત્ર જીત યુપી વોરિયર્ઝ સામે આવી. બીજી તરફ RCBએ સતત ચોથી મેચ જીતી. ટીમ ગુજરાત, યુપી અને મુંબઈને પણ 1-1 મેચ હરાવી ચૂકી છે. RCB 8 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

