X Down : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થયું ઠપ્પ, યુઝર્સ થયા પરેશાન

Last Updated: February 16, 2026By

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘એક્સ’ આજે અચાનક ડાઉન થયું છે. જેના કારણે દુનિયાભરના લાખો યુઝર્સ એપ અને વેબસાઈટ બંને પર લોગ ઈન અથવા ફીડ લોડ કરી શકતા નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ તરફથી અલગ અલગ દેશમાંથી એક્સ ડાઉનની રિપોર્ટસ જોઈ શકાય છે.

ટાઈમલાઈન લોડ થઈ રહી નથી

અન્ય આઉટેજ ટ્રેકિંગ સાઈટ્સ પર રિયલ ટાઈમ યુઝર્સ રિપોર્ટસ સ્પાઈક થઈ ચૂકી છે અને જે આઉટેજનો સંકેત આપે છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે વેબસાઈટ અને મોબાઈલમાં એપ્લિકેશન બંને પર માત્ર સ્ક્રીન અથવા એરરનો મેસેજ જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલાક લોકોને માત્ર ટાઈમલાઈન લોડ થઈ રહી નથી. તેનાથી સ્પષ્ટ છે કે સમસ્યા માત્ર ભારત સુધી મર્યાદિત નથી પણ ગ્લોબલ લેવલ પર પ્લેટફોર્મ ઠપ્પ થયું છે.

‘એક્સ’ એક મુખ્ય કોમ્યુનિકેશનનું ટૂલ

જો કે હજુ સુધી એક્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી કે કેમ આ સર્વિસ ડાઉન થઈ છએ અને તેને યોગ્ય કરવામાં કેટલો સમય લાગશે. આ આઉટેજ આ વર્ષ દરમિયાન પ્રથમ વાર જોવા મળ્યો છે. જ્યારે એક્સ થોડા સમય પહેલા અનપ્લાન્ડ સમસ્યાનો સામનો કરી ચૂક્યું છે પણ કંપની સામાન્ય રીતે આવા કેસમાં સ્પષ્ટ કારણ જણાવતી નથી. ઉલ્લેખનીય છે કે એક્સ પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં કન્ટેન્ટ ક્રિએટર્સ, ન્યૂઝ ચેનલ અને સેલિબ્રિટી સહિત સામાન્ય યુઝર્સ માટે એક મુખ્ય કોમ્યુનિકેશનનું ટૂલ છે. તેથી આ સર્વિસ બ્રેક્સથી ઘણી જગ્યાઓ પર ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Business : ભારતીય એક્સપોર્ટનો દબદબો, દુનિયામાં વેચાશે 860 બિલિયન ડોલરનો સામાન