YouTube કેટલાયે દેશોમાં થયુ ઠપ્પ, ભારતમાં દેખાઇ અસર
YouTubeની સર્વિસ અચાનક અનેક દેશોમાં બંધ થઈ ગઈ છે. Downdetectorએ પણ આ અંગે માહિતી આપી છે અને લાખો લોકોએ તેની ફરિયાદ નોંધાવી છે. જ્યારે યુઝર્સે YouTube ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ સર્વિસ એક્સેસ કરી શક્યા નહોતાં, જેના કારણે લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ અંગે માહિતી શેર કરી. અમેરિકા માં 3 લાખથી વધુ લોકોએ Downdetector પર તેનો રિપોર્ટ કર્યો છે.
YouTube નું હોમપેજ લોડ થતુ નથી અને યુઝર્સને એરર મેસેજ દેખાઈ રહ્યો છે
YouTube નું હોમપેજ લોડ થતુ નથી અને યુઝર્સને એરર મેસેજ દેખાઈ રહ્યો છે, જેના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. ભારત, બ્રિટન અને અમેરિકા સહિત અનેક દેશોમાં YouTube પ્રભાવિત થયું છે.
YouTube એ કર્યું પોસ્ટ
સર્વિસ બંધ થયા બાદ YouTube એ X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું કે જો તમને હજુ પણ YouTube એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે એકલા નથી. તેમની ટેક્નિકલ ટીમ સમસ્યા ઉકેલવા માટે કામ કરી રહી છે અને જલ્દીથી સમસ્યા દૂર કરવામાં આવશે.
દુનિયાભરના પોર્ટલ્સ અને સર્વિસ આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ Downdetector એ પણ YouTube Down હોવાની પુષ્ટિ કરી છે
દુનિયાભરના પોર્ટલ્સ અને સર્વિસ આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ Downdetector એ પણ YouTube Down હોવાની પુષ્ટિ કરી છે. આ સમસ્યા વેબ પોર્ટલ અને મોબાઇલ એપ બંનેમાં જોવા મળી રહી છે. જેના કારણે વિડિયો સ્ટ્રીમિંગમાં મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
Googleનું YouTube દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનો ઉપયોગ મનોરંજનથી લઈને ભજન સાંભળવા અને અભ્યાસ માટે પણ થાય છે. અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે YouTube પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં સર્વિસ બંધ થવાથી ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Weather Update: 8 રાજ્યમાં વરસાદની આગાહી, દેશના આ વિસ્તારમાં ગરમીનો વધ્યો પારો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

