Zepto Shiprocket IPO; August 2026 Market Capital Raising Updates

Last Updated: July 26, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

આવતાં મહિને એટલે કે ઓગસ્ટમાં IPO માર્કેટ ખૂબ જ ધમધમતું રહેશે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં એક ડઝનથી વધુ કંપનીનાં IPO લોન્ચ થઈ શકે છે. આ લિસ્ટમાં Zepto, Truehome Finance અને Shiprocket જેવા નામો પણ સામેલ છે. આ કંપનીઓનાં IPO દ્વારા કુલ મળીને 25,000 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થવાની અપેક્ષા છે.

મર્ચન્ટ બેન્કરોનાં મતે, નવા આવી રહેલા IPOમાં નવા શેર જાહેર કરવા ઉપરાંત હાલના શેરધારકો તરફથી ઓફર ફોર સેલ (OFS) પણ રહેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઇક્વિરસ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ હેડનું કહેવું છે કે બજારમાં સ્થિરતા અને રોકાણકારોની સારી ધારણાને કારણે તે કંપનીઓ પણ હવે આગળ વધી રહી છે, જે અગાઉ IPO યોજનાઓને ટાળી રહી હતી.

સમયાંતરે ઉતાર-ચઢાવ છતાં ભારતના IPO માર્કેટનો લાંબા ગાળાનો દૃષ્ટિકોણ મજબૂત રહ્યો છે. આ કેલેન્ડર વર્ષ એટલે કે વર્ષ 2026માં ભારત IPO દ્વારા લગભગ 20 અબજ અમેરિકી ડોલર એકત્ર કરશે. આવનારા IPOમાં ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Zepto એક મુખ્ય નામ છે. કંપની તેના પબ્લિક ઇશ્યૂમાં નવા શેર જાહેર કરીને 8,010 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

આ ઉપરાંત 11.34 કરોડ ઇક્વિટી શેરનો OFS પણ રહેશે. હાઉસિંગ ફાઇનાન્સ કંપની Truehome Finance IPO દ્વારા 3,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. તેમાં 1,500 કરોડ રૂપિયા સુધીના નવા શેર જાહેર થશે. સાથે જ તેટલા જ રૂપિયાના શેરનો OFS થશે. Elevate Campuses 2,550 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે. તેમાં ફક્ત નવા શેર જાહેર થશે.

શિપરોકેટ 2,342.35 કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારીમાં છે. તેમાં 1,100 કરોડ રૂપિયાના નવા શેર જાહેર થશે. સાથે જ 1,242.35 કરોડ રૂપિયાનો OFS હશે. કંપની એક ફુલ-સ્ટેક ઈ-કોમર્સ ઇનેબલર છે. તેનો અર્થ એ થયો કે એક એવી કંપની કે પ્લેટફોર્મ જે કોઈ બિઝનેસને ઓનલાઈન લઈ જવા, ચલાવવા અને વધારવા માટે શરૂઆતથી અંત સુધીની તમામ સેવાઓ અને ટેકનિકલ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

અન્ય કંપનીઓની વાત કરીએ તો, ઇનોવેટિવવ્યુ ઇન્ડિયા 2,000 કરોડ રૂપિયા સુધીનો IPO લાવવા માંગે છે. આ સંપૂર્ણપણે OFS હશે. મિલ્કી મિસ્ટ ડેરી ફૂડનો 1,553 કરોડ રૂપિયાનો IPO લાઈનમાં છે. આ ઉપરાંત, ધૂત ટ્રાન્સમિશન, ARCIL (એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઇન્ડિયા લિમિટેડ), ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ, શંકેશ જ્વેલર્સ, રેઝ ઓફ બિલીફ, અર્ડી ઇન્ડસ્ટ્રીઝ, હાઈ-ટેક એન્જિનિયર્સ અને લર્નફ્લુએન્સ એજ્યુકેશન પણ કેપિટલ માર્કેટમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે.

આ વર્ષે મેઈનબોર્ડ સેગમેન્ટમાં 36 IPO

નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓની વધતી IPO પ્રવૃત્તિઓ રોકાણકારોના વિશ્વાસ અને મજબૂત માગને દર્શાવે છે. આ વર્ષે અત્યાર સુધી મેઈનબોર્ડ સેગમેન્ટમાં 36 કંપનીઓ IPO લાવી ચૂકી છે, જેમાંથી 9 કંપનીઓ જુલાઈ મહિનામાં લિસ્ટ થઈ. આવનારા સપ્તાહમાં મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝિસનો પબ્લિક ઇશ્યૂ 29 જુલાઈએ ખુલી રહ્યો છે. જુનિપર ગ્રીન એનર્જી અને એમવી ઇલેક્ટ્રોસિસ્ટમ્સના IPO 30 જુલાઈએ ખુલવાના છે.

નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

———————————-

આ સમાચાર પણ વાંચો:

પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ:ફક્ત એકવાર રોકાણ કરો, પછી દર મહિને રિસ્ક વગર કમાણી જ કમાણી; ₹1,000 થી શરૂ કરી શકો છો ઈન્વેસ્ટમેન્ટ

જો તમે તમારી બચતનું એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, જ્યાં રોકાણ સુરક્ષિત રહેવાની સાથે જ શાનદાર વળતર પણ મળે, તો આ દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમાંથી એક છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS), જે નિયમિત આવકની ગેરંટી આપે છે. આ સ્કીમમાં ફક્ત એકવાર રોકાણ કરવાનું હોય છે.

પોસ્ટ ઓફિસ સ્કીમ્સને જે વાત સૌથી લોકપ્રિય બનાવે છે, તે એ છે કે આ ઝીરો રિસ્ક સ્કીમ્સ હોય છે. તેમાં કરવામાં આવેલાં કોઈપણ નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે. પોસ્ટ ઓફિસ MIS સ્કીમ ખાસ કરીને નિવૃત્ત લોકો અને એવા લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે, જેઓ બજાર સાથે સંકળાયેલા જોખમ વિના નિયમિત આવક ઇચ્છે છે અને આ સ્કીમ તમારી માસિક આવક સુનિશ્ચિત કરી દે છે. વાંચો સંપૂર્ણ સમાચાર…