Zohran Mamdani Umar Khalid News: ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Last Updated: January 13, 2026By

ઉમર ખાલિદ હાલમાં ભારતના કડક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.

ઉમર ખાલિદનો મુદ્દો ફરી ઉઠ્યો

સોશિયલ મીડિયા પર ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદ માટે લખેલી ચિઠ્ઠી વાયરલ થઇ છે. અને અમેરિકાથી લઇને ભારત સુધી ફરી ચર્ચાએ જન્મ લીધો છો. જેમાં લખ્યું છે કે, અમે તમારા વિશે વિચારી રહ્યા છીએ. પત્ર તારીખ વગરનો છે. આ પત્રમાં, મમદાનીએ ઉમર ખાલિદના પરિવારના સભ્યો સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, પ્રિય ઉમર, હું ઘણીવાર કડવાશ પરના તમારા શબ્દો વિશે વિચારું છું અને તેને આપણા પર હાવી ન થવા દેવાનું મહત્વ યાદ કરું છું.

શું લખ્યુ છે પત્રમાં ?

ઝોહરાન મમદાનીએ લખ્યુ છે કે, તમારા માતા-પિતાને મળીને ખૂબ આનંદ થયો. અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ. મમદાનીએ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે આઠ યુએસ કાયદા નિર્માતાઓએ પણ ઉમર ખાલિદનો મુદ્દો ઉઠાવ્યો છે. આઠ યુએસ કાયદા નિર્માતાઓએ વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂતને પણ પત્ર લખીને સામાજિક કાર્યકર્તા ઉમર ખાલિદની સતત અટકાયત અંગે નવી દિલ્હી પર દબાણ કર્યું છે.

કોણ છે ઉમર ખાલિદ ?

38 વર્ષીય ઉમર ખાલિદની સપ્ટેમ્બર 2020 માં ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદા હેઠળ અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. દિલ્હીની અદાલતોએ વારંવાર તેમને નિયમિત જામીન આપવાનો ઇનકાર કર્યો છે. જો કે, તેમને કૌટુંબિક કારણોસર કેટલીક વખત ટૂંકા ગાળાના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Zohran Mamdani Umar Khalid News: પાંચ વર્ષથી જેલમાં કેદ ઉમર ખાલિદના સમર્થનમાં અમેરિકાના 8 સાંસદ, ભારત સરકારને લખ્યો પત્ર, જાણો કયા હતા મુદ્દાઓ?