ઇટાલીના પીએમની અશ્લીલ ડીપફેક તસવીર વાયરલ:મેલોની બોલ્યા- આ કોઈની પણ સાથે થઈ શકે છે, ડીપફેક એક ખતરનાક વસ્તુ છે
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાની અશ્લીલ ડીપફેક તસવીર પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ તસવીર શેર કરતા લખ્યું કે, આ દિવસોમાં મારી ઘણી નકલી તસવીરો ફેલાઈ રહી છે, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવી છે અને કેટલાક લોકો તેને અસલી ગણાવીને શેર કરી રહ્યા છે. મેલોનીએ કહ્યું, ‘મારે સ્વીકારવું પડશે કે જેણે આ તસવીરો બનાવી છે, તેણે કેટલાક કિસ્સાઓમાં મને વધુ સારી બતાવી છે. પરંતુ અસલી વાત એ છે કે હવે લોકો કોઈના પર હુમલો કરવા અને જૂઠ ફેલાવવા માટે કંઈ પણ કરવા લાગ્યા છે.’ તેમણે કહ્યું કે આ ફક્ત મારા વિશે નથી. ડીપફેક એક ખતરનાક વસ્તુ છે, કારણ કે તે લોકોને છેતરી શકે છે, તેમને ગેરમાર્ગે દોરી શકે છે અને કોઈને પણ નિશાન બનાવી શકે છે. હું તો પોતાનો બચાવ કરી શકું છું, પરંતુ ઘણા લોકો આવું કરી શકતા નથી. મેલોનીએ લોકોને કહ્યું કે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ: પહેલા તપાસ કરો, પછી ભરોસો કરો અને ભરોસો કર્યા પછી જ શેર કરો કારણ કે આજે આ મારી સાથે થઈ રહ્યું છે, કાલે આ કોઈની પણ સાથે થઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

