કંગનાની 'ક્વીન 2' સામે 250 કરોડનો દાવો:ફેન્ટમ સ્ટુડિયોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, જિયો સ્ટુડિયોએ પરવાનગી વિના ફિલ્મ બનાવ્યાનો આરોપ
કંગના રનૌતની 2013ની સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’ની સિક્વલ વિવાદોમાં સપડાઈ છે. તાજેતરમાં કંગનાએ ‘ક્વીન 2’નું શૂટિંગ પૂરું કર્યું છે. તેવામાં ફિલ્મના 50% રાઇટ્સ ધરાવતા પ્રોડક્શન હાઉસે આ સિક્વલ બનાવી રહેલા જિયો સ્ટુડિયો સામે 250 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. ફેન્ટમ સ્ટુડિયોએ તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં જિયો સ્ટુડિયો સામે 250 કરોડનો દાવો માંડીને આરોપ લગાવ્યા છે કે, ‘ક્વીન 2’ પરવાનગી વગર બનાવવામાં આવી રહી છે. સિક્વલ માટે સંમતિ ન આપી હોવાનો ફેન્ટમ સ્ટુડિયોઝનો દાવો મિડ-ડેના રિપોર્ટ અનુસાર, ફેન્ટમ સ્ટુડિયોઝ પાસે ફિલ્મ ‘ક્વીન’ના 50% રાઇટ્સ છે, જેમાં ફિલ્મની સિક્વલ બનાવવાનો અધિકાર પણ સામેલ છે. કંપનીનો દાવો છે કે તેણે અત્યાર સુધી કોઈપણ સિક્વલ, એડેપ્શન કે ડેરિવેટિવ વર્ક માટે પોતાની સંમતિ આપી નથી. દાવો દાખલ કરતા પહેલા જવાબ માંગ્યો હતો રિપોર્ટ અનુસાર, ફેન્ટમ સ્ટુડિયોએ આ વિવાદને ઉકેલવા માટે ઘણી વખત જિયોસ્ટાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની તરફથી કોઈ પણ વિનંતીનો જવાબ આપવામાં આવ્યો ન હતો. આ દરમિયાન, વર્ષની શરૂઆતમાં ફ્લોર પર ગયેલી ‘ક્વીન 2’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. જ્યારે ઘણી વખત પ્રયાસ કરવા છતાં કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે ફેન્ટમ સ્ટુડિયોએ કાનૂની કાર્યવાહી શરૂ કરી.
કંગના રનૌતે પૂર્ણ કર્યું ક્વીન 2 નું શૂટિંગ ‘ક્વીન 2’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં શરૂ થયું હતું અને ફિલ્મ હવે પોસ્ટ-પ્રોડક્શનના તબક્કામાં પહોંચી ગઈ છે. ફેન્ટમ પ્રોડક્શન વિશે જાણો-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

