કોમેડીના નામે વધુ એક કોમેડિયનનો બફાટ:મધુર વિરલીએ કહ્યું- 'રેપ થયા પછી છોકરી ગળે લગાડવાનું કહેતી હશે, એટલે છોકરો મારી નાખતો હશે'
કોમેડિયન પ્રણિત મોરેના શો સાથે જોડાયેલા વિવાદ વચ્ચે સ્ટેન્ડ-અપ કોમેડિયન મધુર વિરલીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોમેડિયનના વિવાદાસ્પદ જોકને કારણે તેની આકરી ટીકા થઈ રહી છે. ઉર્ફી જાવેદે પણ તેને ઠપકાર્યો છે. ‘રેપ પછી છોકરી પંપાળવાનું કહેતી હશે’ વાયરલ થયેલા વીડિયોમાં કોમેડિયન મધુર વિરલી કહે છે કે, ‘જો તમે સમાચાર જોયા હોય, તો તમને ખબર હશે કે 10 રેપ કેસ થાય છે, તેમાંથી 9 એવા હોય છે, જેમાં રેપ થાય છે. એક કેસ એવો હોય છે, જ્યાં રેપ પછી મર્ડર થાય છે. તમે આવા કેસ સાંભળ્યા જ હશે ને.’ કોમેડિયને આગળ કહ્યું, ‘મને લાગે છે કે તે એક મર્ડરનો કેસ ત્યારે થતો હશે, જ્યારે રેપ પછી તરત જ છોકરો ઊભો થતો હશે અને છોકરી કહેતી હશે, ‘અરે, ગળે નહીં મળો, કડલ નહીં કરો (પંપાળશો નહીં), શું આ પછી?’ ત્યારે છોકરો ચાકુ મારતો હશે, ચાકુ સાથે કડલ કરી લે.’ ઉર્ફી જાવેદે વાંધો ઉઠાવ્યો આ મામલે પ્રતિક્રિયા આપતા ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘શું હવે આપણે રેપ જેવી ઘટનાઓ પર પણ મજાક કરવા લાગ્યા છીએ? પુરુષ કોમેડિયન્સને મારી વિનંતી છે કે પોતાની ટીમમાં કેટલીક મહિલાઓને પણ સામેલ કરે, જેથી તમને થોડી સમજ અને સંવેદનશીલતા આવી શકે.’ વિવાદ બાદ એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું વાયરલ વીડિયો પર વધતી ટીકાઓ વચ્ચે મધુરે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કે ડિએક્ટિવેટ કરી દીધું છે. નોંધનીય છે કે, મધુર દિલ્હીનો રહેવાસી સ્ટેન્ડ-અપ કોમેડિયન, રાઇટર અને યુટ્યુબર છે. તેણે IIT દિલ્હીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના યુટ્યુબ પર 7 લાખ 54 હજાર સબસ્ક્રાઇબર છે. કોમેડિયન પ્રણીત મોરે પણ વિવાદોમાં ઘેરાયો નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોમેડિયન પ્રણિત મોરે પોતાના શોના 2 વીડિયોને લઈને વિવાદોમાં છે. ટીકા વધતા પ્રણિતે વીડિયો નિવેદન જાહેર કરીને માફી માંગી હતી. તેણે સ્વીકાર્યું કે, શો દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓ ખોટી હતી. ‘₹370ની બિરયાની’વાળું નિવેદન આપનાર સામે આવ્યો પ્રણિતના શોમાં ‘₹370ની બિરયાની’ને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિવાદોમાં આવેલા હિમાંશુ જાંગડાનું શનિવારે પહેલું નિવેદન સામે આવ્યું. તેણે પોતાની ટિપ્પણી માટે માફી માંગી. હિમાંશુ ગુરુગ્રામ સ્થિત ‘સ્ટારવિક ડિઝાઇન’ નામની કંપનીમાં વેબ ડેવલપરનું કામ કરતો હતો. વિવાદ વધતા તેની કંપનીએ તેને કાઢી મૂક્યો. શનિવારે કંપનીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરાયો, જેમાં કંપનીના ફાઉન્ડર વિવેક વિશ્વકર્મા હિમાંશુ સાથે વાતચીત કરતા જોવા મળ્યા. હિમાંશુ જાંગડાએ માફી માંગી વીડિયોમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા હિમાંશુએ કહ્યું કે, તેણે જે યુવતીનો ઉલ્લેખ કર્યો હતો, તે તેને સાચે ડેટ કરી રહ્યો હતો પરંતુ શોમાં સંભળાવવામાં આવેલી વાર્તા સંપૂર્ણપણે સાચી નથી. તેના પ્રમાણે તેણે વાર્તાના કેટલાક ભાગને મનોરંજનના ઉદેશ્યથી વધારી-ચઢાવીને રજૂ કર્યા હતા. તેણે સ્વીકાર્યું કે કેટલાક શબ્દોનો ઉપયોગ ખોટો હતો અને તેના માટે તેણે માફી માંગી. હિમાંશુએ જણાવ્યું કે, તેનો એવો કોઈ વિચાર કે ઈરાદો નહોતો. તેણે એ પણ કહ્યું કે, તેણે હંમેશા પોતાની મહિલા સહકર્મીઓ સાથે સારા પ્રોફેશનલ સંબંધો બનાવ્યા છે અને તેણે શોમાં કહેલી વાતો પર અફસોસ છે. MBBS સ્ટુડન્ટે પુરુષોના મૃતદેહનો મજાક ઉડાવ્યો હતો જ્યારે, પ્રણિતના શોના બીજા વીડિયોમાં સેજલ પવાર નામની એક MBBS સ્ટુડન્ટે કહ્યું હતું કે, તે અને તેમના સાથી કોલેજમાં પુરુષોના ડોનેટ કરાયેલા શરીરના પ્રાઈવેટ પાર્ટ્સ જોઈને તેમની મજાક ઉડાવતા હતા. વિવાદ વધતા સેજલે પણ માફી માંગી હતી. સાથે જ શોમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ સેજલ પવારને 15 દિવસની ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવી છે. તેને હાલમાં KEM મેડિકલ કોલેજ અને હોસ્ટેલ પરિસરમાં પ્રવેશની મંજૂરી નહીં હોય. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

