ચેટGPT અને ક્લાઉડ ભારત સહિત દુનિયાભરમાં ડાઉન:જૂની ચેટ ગાયબ થઈ, યુઝર્સને લોગ-ઇન કરવામાં સમસ્યા

Last Updated: September 3, 2026By

AI ચેટબોટ ચેટ-જીપીટી અને ક્લાઉડ ગુરુવારે સાંજે ભારત સહિત દુનિયાભરમાં અચાનક ઠપ થઈ ગયા. આ પ્લેટફોર્મના અચાનક ડાઉન થવાથી હજારો યુઝર્સ પ્રભાવિત થયા છે. યુઝર્સને લોગિન, જવાબ મેળવવામાં અને જૂની ચેટ લોડ કરવામાં મુશ્કેલી આવી રહી હતી, જેના કારણે ઘણા લોકોનું કામ અધવચ્ચે જ અટકી ગયું. ચેટ-જીપીટી માટે અમેરિકામાં 36 હજારથી વધુ ફરિયાદો ઓનલાઈન આઉટેજ મોનિટરિંગ પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર પર 36 હજારથી વધુ અમેરિકન યુઝર્સે સૌથી વધુ રાત્રે 8:41 વાગ્યે AI પ્લેટફોર્મ સાથે સમસ્યાઓની ફરિયાદ કરી. જ્યારે, ભારતમાં 8:23 વાગ્યે સૌથી વધુ 3410 ફરિયાદો નોંધવામાં આવી. લગભગ 81% લોકોને ચેટજીપીટીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે 8% લોકોએ લોગિનમાં સમસ્યા જણાવી છે. અન્ય 6% લોકોએ વેબસાઇટ સાથેની સમસ્યાઓની જાણકારી આપી છે. યુઝર્સને લોગિન, જવાબ મેળવવામાં અને જૂની ચેટ લોડ કરવામાં મુશ્કેલી આવી રહી છે. ક્લાઉડ માટે ભારતમાં 7,500થી વધુ ફરિયાદો ડાઉનડિટેક્ટર પર 8:23 વાગ્યે અમેરિકામાં 37 હજારથી વધુ યુઝર્સે ક્લાઉડ AI સાથે સમસ્યાઓની ફરિયાદ કરી. જ્યારે, ભારતમાં અત્યાર સુધીમાં 7:01 વાગ્યે સૌથી વધુ લગભગ 185 ફરિયાદો નોંધાઈ છે. અત્યાર સુધીમાં 7,500 થી વધુ યુઝર્સે આ પ્લેટફોર્મમાં આવી રહેલી ખામીની જાણ કરી છે. લગભગ 50% લોકોને ક્લાઉડ કોડનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે 24% લોકોએ ક્લાઉડ ચેટમાં સમસ્યા જણાવી છે. જ્યારે 19% લોકોએ એપ સાથેની સમસ્યાઓની જાણકારી આપી છે. કંપનીના સ્ટેટસ ચેકર પેજ પર લખેલું છે કે, “અમે આ સમસ્યાને ઠીક કરવા પર કામ કરી રહ્યા છીએ.”

Leave A Comment