ચૈત્ર નવરાત્રિમાં ફરાળને આપો નવો ટ્વીસ્ટ, ઘરે બનાવો કાચા કેળાની સ્વાદિષ્ટ ફરાળી કટલેસ
ચૈત્ર નવરાત્રિ એટલે માતા શક્તિની આરાધનાનો પાવન પર્વ. આ નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ રાખી માતાજીની ભક્તિ કરે છે અને ફરાળનું સેવન કરે છે. ઉપવાસ દરમિયાન શરીરને જરૂરી ઊર્જા મળે તે માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાક લેવો મહત્વનું બને છે.
સામાન્ય રીતે ફરાળમાં બટાકાની વાનગીઓ વધુ જોવા મળે છે, પરંતુ જો તમે કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવા માંગતા હો, તો કાચા કેળાની ફરાળી કટલેસ એક સરસ વિકલ્પ બની શકે છે. આ વાનગી સ્વાદમાં મજેદાર હોવા સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે.
કાચા કેળાની ફરાળી કટલેસ બનાવવા માટે સામગ્રી
5 નંગ કાચા કેળા
1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
1 ચમચી ફુદીનાની પેસ્ટ
1 ચમચી કોથમીરની પેસ્ટ
1 ચમચી લીંબુનો રસ
2 ચમચી ખાંડ
1/4 ચમચી મરી પાઉડર
1/4 ચમચી શેકેલા જીરા પાઉડર
1 ચમચી આમચૂર પાવડર
સિંધવ મીઠું સ્વાદ અનુસાર
2 ચમચી સમારેલી કોથમીર
1/2 કપ સિંગદાણાનો પાઉડર
ફ્રાય કરવા માટે તિરૂપતિ કપાસિયા તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ કાચા કેળાને કુકરમાં બાફી લો. કેળા ઠંડા થાય પછી તેની છાલ ઉતારીને તેને છીણી લો.
હવે એક મોટા બાઉલમાં છીણેલા કેળા લો. તેમાં સિંધવ મીઠું, ખાંડ, લીંબુનો રસ, આમચૂર પાવડર, શેકેલા જીરા પાઉડર અને સમારેલી કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ, ફુદીનાની પેસ્ટ અને કોથમીરની પેસ્ટ ઉમેરો. અંતમાં સિંગદાણાનો પાઉડર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લો.
હવે તૈયાર મિશ્રણમાંથી નાના લુઆ બનાવી લો. તમે મનપસંદ આકાર આપી શકો છો અથવા બીબામાં મૂકી હાર્ટ શેપ પણ બનાવી શકો છો.
પછી નોન-સ્ટીક પેન ગરમ કરી તેમાં તિરૂપતિ કપાસિયા તેલ ઉમેરો. તૈયાર કરેલી કટલેસને પેનમાં ગોઠવી ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
ગરમાગરમ કાચા કેળાની ફરાળી કટલેસ ફરાળી ચટણી અથવા દહીં સાથે પીરસો. આ નવરાત્રિમાં શુદ્ધ અને સાત્વિક ફરાળ માટે તિરૂપતિ કપાસિયા તેલનો ઉપયોગ કરીને તમે ફરાળની વાનગીઓને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો. નવરાત્રિના ખાસ ફરાળથી લઈને રોજિંદી રસોઈ સુધી, તિરુપતિ તેલ ઘણા પરિવારો માટે વિશ્વાસપાત્ર પસંદગી બની રહ્યું છે.
Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


