જયસ્વાલે શ્રીલંકન બોલરના માથે હેલ્મેટ ભટકાડ્યું, VIDEO:અસિથા ફર્નાન્ડોએ બોલ્ડ કરતા એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું; બન્ને ખેલાડીઓને SL કેપ્ટને છૂટા પાડ્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મુકાબલાના પહેલા દિવસે મેદાન પર ગરમાગરમી જોવા મળી. તેમાં ભારતીય ઓપનર જયસ્વાલ અને શ્રીલંકન ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો હતા. જયસ્વાલને બોલ્ડ કર્યા પછી અસિથાએ આક્રમક અંદાજમાં સેલિબ્રેશન કર્યું, જેના કારણે માહોલ ગરમાયો. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને વચ્ચે બોડી કોન્ટેક્ટ પણ થયો. આખરે શ્રીલંકન કેપ્ટને બન્નેને છૂટા પાડ્યા. લાઇન બાય લાઇન વાંચો શું થયું… ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા ભારતીય ઓપનર્સે ટીમને જોરદાર શરૂઆત અપાવી. જેમાં જયસ્વાલ ક્રિઝ પર જામી ચૂક્યો હતો અને એગ્રેસિવ બેટિંગ કરી રહ્યો હતો. ભારતીય ઓપનરે ઇનિંગ્સની 17મી ઓવરમાં અસિથા ફર્નાન્ડો સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા, પણ શ્રીલંકન ફાસ્ટ બોલરે શાનદાર કમબેક કરતા ઓવરના છેલ્લા બોલે વિકેટ મેળવી. અસિથા રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવા આવ્યો અને તેણે લેન્થ બોલ અંદરની તરફ સ્વિંગ કરાવ્યો. જયસ્વાલે તેને ઓફ સાઇડમાં પંચ કરવાનો પ્રયાસ કર્યો, પણ બોલ ઇનસાઇડ એડ્જ લઈને સ્ટમ્પ્સ સાથે અથડાયો. વિકેટ મેળવતા જ અસિથા ફર્નાન્ડોનો જોશ જોવા જેવો હતો. તેણે જયસ્વાલને આક્રમક અંદાજમાં સેન્ડ ઓફ આપ્યું, પણ આ પછી મામલો થોડો વધુ ગરમ થઈ ગયો. અસિથાના સેલિબ્રેશન પછી જયસ્વાલે પણ રિએક્શન આપ્યું અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. ખેલાડીઓ એકબીજાની નજીક પહોંચી ગયા અને પછી બોડી કોન્ટેક્ટ થયો. જેમાં યશસ્વી જયસ્વાલે ફર્નાન્ડોના માથે પોતાનું હેલ્મેટ ભટકાડ્યું. તણાવ વધતો જોઈને શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ વચ્ચે પડ્યો અને ખેલાડીઓને અલગ કરીને સ્થિતિ શાંત પાડી. ——————– આ સમાચાર પણ વાંચો… વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકન ખેલાડીને ધક્કો માર્યો, VIDEO: સુપર ઓવરમાં ઈન્ડિયા-Aની હાર પછી બોલાચાલી થઈ, કેપ્ટન તિલક પણ અમ્પાયરો સાથે બાખડ્યો થોડા મહિના પહેલા, દાંબુલામાં એક રોમાંચક સુપર ઓવર મેચમાં ઈન્ડિયા-Aની હાર થયા બાદ તરત જ વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા-Aના ખેલાડીને ઉગ્ર ચર્ચાઓ પછી ધક્કો પણ માર્યો હતો. આ ઘટના કુગાથાસ માથુલને સૂર્યવંશીને છેલ્લો બોલ નાખ્યા બાદ તરત જ થઈ હતી. માથુલને પરફેક્ટ યોર્કર નાખ્યો અને જોરદાર સેલિબ્રેશન શરૂ કરી દીધું, જેમાં શ્રીલંકા-Aના અન્ય ખેલાડીઓ પણ જોડાયા. જોકે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ એવી શંકા છે કે યુવા ઓપનર કાં તો માથુલનની ઉજવણીની રીતથી નાખુશ હતો અથવા મેચ પૂરી થયા પછી તેને કંઈક કહેવામાં આવ્યું હતું. સૂર્યવંશીએ ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલો કરવાનું શરૂ કર્યું અને તેણે શ્રીલંકાના એક સ્ટાર ખેલાડીને ધક્કો પણ મારી દીધો. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

