જિયા શંકરે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી:કરણ સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યા, કહ્યું- 'તારી સાથેની દરેક વાતચીતમાં ઘર જેવો અનુભવ થયો'
એક્ટ્રેસ અને ‘બિગ બોસ OTT 2’ની પૂર્વ કન્ટેસ્ટન્ટ જિયા શંકરે બોયફ્રેન્ડ કરણ સાથે સગાઈ કરી લીધી છે. જિયાએ સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરીને પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી છે. સનસેટ દરમિયાન આઉટડોર લોકેશન પર થયેલા આ પ્રપોઝલની ઝલક સાથે જિયાએ પોતાના મંગેતર માટે એક ઇમોશનલ નોટ પણ લખી છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ અને મિત્રો કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. સનસેટ વચ્ચે મળ્યું સરપ્રાઈઝ પ્રપોઝલ
શેર કરવામાં આવેલી તસવીરોમાં જિયા અને કરણ એકબીજા સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. કરણે જિયાને ડૂબતા સૂરજની રોશનીમાં એક આઉટડોર લોકેશન પર વીંટી પહેરાવીને પ્રપોઝ કર્યું. એક ફોટોમાં જિયા સરપ્રાઇઝ થઈને તેની ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ બતાવતી જોવા મળી રહી છે. આ ખાસ અવસરે જિયાએ પેસ્ટલ યલો કલરનો સૅટિન ગાઉન પહેર્યો હતો, જ્યારે કરણ બેજ શર્ટ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. ‘હજારો માઈલ દૂર રહીને પણ ઘર જેવો અહેસાસ થયો’
જિયાએ સોશિયલ મીડિયા પર કરણના નામે એક ભાવુક નોટ શેર કરી. તેણે લખ્યું, ‘કદાચ આ સાચું છે, તમને પ્રેમ ત્યારે મળે છે, જ્યારે તમે તેની સૌથી ઓછી અપેક્ષા રાખો છો. ભલે તું મારાથી હજારો માઈલ દૂર હતો, પણ તારી સાથેની દરેક વાતચીતે ઘર જેવો અહેસાસ કરાવ્યો.’ જિયાએ આગળ લખ્યું કે, ‘આ સફર સરળ નહોતી, પરંતુ અમે દરરોજ એકબીજાને પસંદ કર્યા.’ તેણે કરણને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવતા તેની સાથે પોતાનું આગળનું જીવન વિતાવવાની વાત કહી. કરણ ધનક કોણ છે?
જિયા શંકર જાણીતી એક્ટ્રેસ છે, જેણે અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2013માં પ્રાદેશિક ફિલ્મોથી કરી હતી અને બાદમાં ‘મેરી હાનિકારક બીવી’, ‘કાટેલાલ એન્ડ સન્સ’ અને ‘પિશાચિની’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલ્સ દ્વારા ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી. આ ઉપરાંત, તેણે સુપરહિટ મરાઠી ફિલ્મ ‘વેડ’ અને રિયાલિટી શો ‘બિગ બોસ OTT 2’ દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી. જ્યારે તેનો મંગેતર કરણ ધનક એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે અમેરિકા સ્થિત એક બિઝનેસમેન અને કોર્પોરેટ પ્રોફેશનલ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

