ઝોયા અખ્તરે પણ રણવીર સિંહ સાથે છેડો ફાડી નાખ્યો!:'ડોન 3' વિવાદ બાદ 'ધુરંધર' એક્ટરે મિત્રતાનો હાથ લંબાવ્યો પણ ફરહાન-ઝોયાએ ભાવ ન આપ્યો

Last Updated: May 31, 2026By

રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન 3’ ને લઈને શરૂ થયેલો વિવાદ શાંત થાય તેવું જણાતું નથી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાંથી બહાર થયા પછી રણવીરે ફરહાન સાથે સંબંધો સુધારવા અને ભવિષ્યમાં કોઈ નવા પ્રોજેક્ટ પર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેના પ્રયાસ સફળ થયા નહીં. ફરહાનની સાથે સાથે તેની બહેન ઝોયા પણ રણવીરથી નારાજ ‘ઇન્ડિયા ફોરમ્સ’ના રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહે ફરહાન અખ્તર અને તેના પ્રોડક્શન પાર્ટનર રિતેશ સિધવાનીને કોઈ નવા પ્રોજેક્ટ પર સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને બંને પક્ષો મળીને પસંદ કરે. જોકે, સૂત્રો અનુસાર આ પ્રસ્તાવ તરત જ ઠુકરાવી દેવામાં આવ્યો. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર હાલમાં રણવીર સાથે ફરીથી કામ કરવા ઈચ્છુક નથી. જાણો શું છે વિવાદ? ‘ધુરંધર’ની સફળતા પછી રણવીર સિંહે ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’ અચાનક છોડી દીધી, જેની જાહેરાત 2023માં રણવીર સાથે થઈ હતી. મેકર્સનો દાવો છે કે, તેનાથી તેમને 45 કરોડનું નુકસાન થયું. પહેલા આ મામલાની ફરિયાદ પ્રોડ્યુસર ગિલ્ડમાં કરવામાં આવી, ત્યારબાદ આ મામલો FWICE પાસે પહોંચ્યો. આ મામલાને ગંભીરતાથી લેતા, ફેડરેશને રણવીર સિંહને અલગ-અલગ પ્રસંગોએ 3 નોટિસ મોકલી, પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું કે આ કાનૂની મામલો છે, જે ફેડરેશન દ્વારા નહીં પરંતુ કોર્ટ દ્વારા ઉકેલવો જોઈએ. આખરે ફેડરેશને સોમવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રણવીર સિંહ પર પ્રતિબંધ મૂકી દીધો. આવી સ્થિતિમાં, રણવીર વિવાદ સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ નવી ફિલ્મ શૂટ કરી શકશે નહીં. રણવીર સિંહની ટીમનો દાવો- એક્ટર સમજી-વિચારીને ચૂપ છે રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું કે- ‘રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ‘ડૉન’ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું દિલથી સન્માન કરે છે. ‘ડૉન 3′ ને લઈને હાલમાં જે કંઈ પણ બન્યું છે, તેના પર તેમણે સમજી-વિચારીને મૌન રહેવું જ યોગ્ય માન્યું છે. તેમનું માનવું છે કે કામ સાથે જોડાયેલી બાબતો અને પરસ્પર સંબંધો હંમેશા ગરિમા, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ નિભાવવા જોઈએ.’ ‘આ દરમિયાન ઘણી બધી વાતો અને અફવાઓ સામે આવી છે, પરંતુ રણવીરે ક્યારેય પણ જાહેરમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરવી કે આ અટકળોને પ્રોત્સાહન આપવું જરૂરી નથી સમજ્યું. તેમનું પૂરું ધ્યાન સંપૂર્ણપણે તેમના કામ અને આગામી પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે.’ ‘તેઓ આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો માટે પોતાના દિલમાં સન્માન રાખે છે અને ઈચ્છે છે કે આ ફ્રેન્ચાઇઝી આગળ પણ ખૂબ સફળ થાય. આવા મુશ્કેલ સમયમાં સંયમ અને શાલીનતા જાળવી રાખવી એ હંમેશાથી તેમનો પોતાનો નિર્ણય રહ્યો છે, અને તેઓ આગળ પણ આ જ વલણ પર કાયમ રહેશે.’ રણવીરની આગામી ફિલ્મો પર શું અસર થશે? આ નિર્દેશને કારણે રણવીર સિંહના નવા પ્રોજેક્ટ્સ અને ફિલ્મોના નિર્માણમાં મુશ્કેલીઓ આવી શકે છે. રણવીર સિંહની આગામી ફિલ્મોમાં ‘કિંગ’ (સ્પેશિયલ કેમિયો), ડિરેક્ટર આદિત્ય ધર સાથેનો આગામી મોટો પ્રોજેક્ટ, કિયારા અડવાણી સાથેની એક ફિલ્મ અને સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ સામેલ છે. શૂટિંગમાં અડચણ: રણવીરની જે ફિલ્મોનું શૂટિંગ હજુ થવાનું બાકી છે, ત્યાં કામ કરતા 90 ટકા ટેકનિશિયનો, જુનિયર આર્ટિસ્ટો અને ક્રૂ મેમ્બર્સ આ જ ફેડરેશન સાથે જોડાયેલા છે. અસહકારના નિર્દેશને કારણે આ વર્કર્સ રણવીરના સેટ પર કામ કરવાની ના પાડી શકે છે, જેનાથી શૂટિંગ અટકી શકે છે. મેકર્સની મુશ્કેલી: રણવીર સાથે નવી ફિલ્મનું પ્લાનિંગ કરી રહેલા અન્ય પ્રોડ્યુસર્સ માટે કામ આગળ ધપાવવું મુશ્કેલ બનશે. તેમણે ફિલ્મ શરૂ કરતા પહેલા ફેડરેશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવાની જરૂર પડી શકે છે. જ્યાં સુધી આ વિવાદ ઉકેલાશે નહીં, ત્યાં સુધી રણવીરના નવા પ્રોજેક્ટ્સ અટકી શકે છે. ફેડરેશન કામ બંધ કરી દે તો શૂટિંગ કેન્સલ FWICE પાસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાર્યકારી વાતાવરણને નિયંત્રિત કરવાની મોટી શક્તિ છે. કામ રોકવું: જો ફેડરેશન તેના 4 થી 5 લાખ સભ્યોને કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા રોકી દે, તો બીજા જ દિવસથી ફિલ્મો અને ટીવી શોનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ચુકવણી વસૂલવી: ફેડરેશન નિર્માતાઓ અને કલાકારો વચ્ચેના પૈસાના વિવાદોનું નિરાકરણ લાવે છે. ઉદાહરણ તરીકે, થોડા સમય પહેલા નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ એક ફિલ્મ પછી ક્રૂ મેમ્બર્સના લગભગ 3 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા. ફેડરેશને તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ના શૂટિંગ પહેલા તમામ સભ્યોને કામ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, પ્રોડક્શન કંપની અને ફેડરેશનના દબાણ હેઠળ ફિરોઝ નડિયાદવાલાને જૂનું બાકી લેણું ચૂકવવું પડ્યું હતું. કાર્યવાહીનો અધિકાર: બંધારણ વિરુદ્ધ કામ કરવા પર ફેડરેશન કોઈપણ એસોસિએશન અથવા સભ્યને નોન-મેમ્બર જાહેર કરી શકે છે.

Leave A Comment