ટ્રમ્પે કહ્યું- જલદી હોર્મુઝને કંટ્રોલમાં લઈશું:ઈરાનની નેવી-એરફોર્સ ખતમ, કેટલીક મિસાઈલ અને ડ્રોન બચ્યા; પરમાણુ હથિયારો બનાવવા દેવામાં આવશે નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા જલ્દી જ હોર્મુઝ સ્ટ્રેટને પોતાના નિયંત્રણમાં લઈ લેશે. ટ્રમ્પે અમેરિકી રેડિયો નેટવર્ક 77 WABCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઇરાનની સેવી, એરફોર્સ અને સૈન્ય નેતૃત્વને મોટું નુકસાન થયું છે. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા કોઈ પણ ભોગે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે સૈન્ય કાર્યવાહી જરૂરી હતી. તેમણે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં પણ આવો ખતરો થયો તો અમેરિકા ફરીથી કડક પગલાં ભરી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના મતે, ઈરાન પાસે હજુ કેટલીક મિસાઈલો અને ડ્રોન છે, પરંતુ પાંચ મહિના પહેલા જેવી ક્ષમતા બચી નથી. હવે તેમના માટે મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવી સરળ નહીં હોય. ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે વાતચીત મુશ્કેલ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના ઘણા મોટા નેતાઓ હવે રહ્યા નથી. આના કારણે નવા કરાર પર વાતચીત મુશ્કેલ બની ગઈ છે. તેમણે કહ્યું, હાલમાં એ પણ સ્પષ્ટ નથી કે ઈરાનમાં નિર્ણયો કોણ લઈ રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી ખૂબ વધારે છે. સેનાને પગાર આપવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. ઈરાનને મદદ કરનારાઓને પણ ચેતવણી ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ઈરાન પર દબાણ વધારતા નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે ઈરાનને આર્થિક મદદ આપનારા દેશો અને સંસ્થાઓ વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

