ત્રિશા સાથે અફેરની ચર્ચા વચ્ચે થલાપતિ વિજયના છૂટાછેડા રદ્દ:સંગીતાએ અરજી પાછી ખેંચી, કોર્ટે પૂછપરછ બાદ કેસ બંધ કર્યો; લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો

Last Updated: August 7, 2026By

સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય હાલમાં તેમના પોલિટિકલ કરિયર કરતાં પણ અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં છે. તેવામાં તેમના ચર્ચિત છૂટાછેડાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. થલાપતિ વિજયની પત્ની સંગીતા સ્વર્ણલિંગમે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ફેબ્રુઆરી 2026માં સંગીતાએ સુપરસ્ટાર પર લગ્નેત્તર સંબંધનો ગંભીર આરોપ લગાવીને છૂટાછેડાની અરજી કરી, ત્યારથી વિજયનું સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન સાથે અફેર ચાલતું હોવાની ચર્ચાઓએ વેગ પકડી હતી. કોર્ટે 15 મિનિટ સુધી સંગીતાની પૂછપરછ કરી વાસ્તવમાં આજે, 7 ઓગસ્ટને શુક્રવારે થલાપતિ વિજયની પત્ની સંગીતા વીડિયો કોન્ફરન્સ મારફત ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટના જજ સુજાતા સમક્ષ હાજર થઈ હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, સંગીતાએ કોર્ટને છૂટાછેડાની અરજી પાછી ખેંચવાની પોતાની ઇચ્છા વિશે જણાવ્યું. જજે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવા અને કેસને સત્તાવાર રીતે બંધ કરતા પહેલાં લગભગ 15 મિનિટ સુધી સંગીતાની પૂછપરછ કરી હતી. સંગીતા સ્વર્ણલિંગમે ફેબ્રુઆરી 2026માં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. 25 વર્ષના લગ્નજીવન પછી સંગીતાએ ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે, વિજયનું એક એક્ટ્રેસ સાથે લગ્નેતર સંબંધમાં હોવું તેમના સંબંધો તૂટવાનું મુખ્ય કારણ છે. આ સંબંધ એપ્રિલ 2021થી ચાલી રહ્યો હતો, જેના કારણે સંગીતાને ભાવનાત્મક રીતે ઊંડો આઘાત લાગ્યો અને તે તેના માટે માનસિક પીડાનું કારણ બન્યો. ‘વિજયે લગ્નેત્તર સંબંધ પૂરો કરવાની ખાતરી આપી હતી’ આ છૂટાછેડાની અરજીમાં એ પણ લખવામાં આવ્યું હતું કે, સંગીતા અને વિજય વચ્ચેના વૈવાહિક સંબંધો વર્ષો પહેલા ખૂબ જ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા હતા, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ બગડતી ગઈ. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લગ્ન સમયે બધું સામાન્ય હતું, પરંતુ પતિના કથિત બીજા સંબંધ વિશે જાણ થયા પછી બધું બદલાઈ ગયું. જ્યારે સંગીતાએ પહેલીવાર આ વિશે વાત કરી, વિજયે ખાતરી આપી કે તે સંબંધ પૂરો કરી દેશે, પરંતુ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે સંબંધ ચાલુ રહ્યો અને પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. સંગીતાએ ઘર અને ભરણપોષણની માંગ કરી હતી વિજય અને સંગીતાએ 1998માં લગ્ન નોંધાવ્યા હતા અને 1999માં ચેન્નઈમાં પરંપરાગત તમિલ અને હિંદુ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. સંગીતા તરફથી અરજીમાં એ પણ માંગ કરવામાં આવી હતી કે, વૈવાહિક ઘરમાં રહેવાનો અધિકાર અને યોગ્ય સમકક્ષ આવાસ આપવામાં આવે, સાથે જ પ્રતિવાદીની આવક અને સામાજિક સ્થિતિને અનુરૂપ કાયમી ભરણપોષણ સહાય પણ આપવામાં આવે. નોંધનીય છે કે, આ વિજય પર લગાવાયેલા આ તમામ માત્ર આરોપો હતા અને કોર્ટ દ્વારા તેના પર કોઈ ન્યાયિક નિર્ણય લેવામાં આવ્યો નહોતો. હવે, અરજી પાછી ખેંચી લેવા સાથે, આ કાનૂની કાર્યવાહી કોઈપણ ન્યાયિક તારણ વિના સમાપ્ત થઈ ગઈ છે. ત્રિશા કૃષ્ણન સાથે અફેરની ચર્ચા સંગીતાએ છૂટાછેડાની અરજીમાં લગ્નેત્તર સંબંધનો આક્ષેપ લગાવ્યાના ટૂંક જ સમયમાં વિજય અને એક્ટ્રેસ ત્રિશા ફિલ્મ નિર્માતા કલ્પના એસ. સુરેશ અને મીનાક્ષી સુરેશના દીકરાના લગ્નમાં સાથે પહોંચ્યા હતા. બંનેએ નવપરણિત યુગલ સાથે પોઝ આપ્યા. આ દરમિયાન વિજય અને ત્રિશાના કપડાં પણ મેચિંગ હતા. સમારોહ પૂરો થયો બાદ બંને એકસાથે સ્થળ પરથી નીકળતા જોવા મળ્યા. ત્યારથી ત્રિશા સાથેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારબાદ બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા. ઉપરાંત ત્રિશા કૃષ્ણનની દર વર્ષે વિજયને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતી પોસ્ટે બળતામાં ઘી હોમ્યું હતું. ‘જેના લીધે જીંદગી જીવવા જેવી લાગે છે’ ત્રિશા કૃષ્ણને આ વર્ષે વિજયના જન્મદિવસના એક દિવસ પછી એટલે કે 23 જૂનની મોડી સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો. ફોટોમાં તે પ્રેમથી એકીટસે વિજયને જોતી દેખાઈ. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જે વ્યક્તિના કારણે આ આખી જિંદગી જીવવા જેવી લાગે છે, તેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!’ ત્રિશાએ અગાઉ વિજયના જન્મદિવસે કરેલી પોસ્ટ…