દાવો-બાંગ્લાદેશી વડાપ્રધાનના સલાહકાર દિલ્હી એરપોર્ટ પરથી પાછા ફર્યા:અધિકારીઓએ 2 કલાક પૂછપરછ કરી હતી, કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા
બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર ડો. ઝાહેદ ઉર રહેમાનને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને લગભગ બે કલાક સુધી વેઇટિંગ રૂમમાં બેસાડી રાખ્યા અને ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરી હતી. આ પછી તેમણે પોતાનો પાસપોર્ટ પાછો માંગ્યો અને ભારતમાં આવવાનો ઇનકાર કર્યો. બાદમાં તેઓ કોલંબોના રસ્તે સોમવારે સવારે ઢાકા પહોંચ્યા. તેઓ ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA)ની વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. યાત્રાની જાણકારી પહેલા જ આપી હતી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે જ નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈકમિશને ભારતના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે જાણ કરી દીધી હતી કે ડો. ઝાહેદ IORA બેઠકમાં બાંગ્લાદેશી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હમીદુલ્લાહે પણ ભારતીય અધિકારીઓ સાથે આ યાત્રા અંગે વાત કરી હતી. આ જ કારણોસર ઢાકામાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ સમગ્ર ઘટનાક્રમને રહસ્યમય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે અગાઉથી સત્તાવાર જાણકારી આપવા છતાં એરપોર્ટ પર આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ, તે સમજાતું નથી. દાવો- ઝાહેદનું નામ સુરક્ષા એજન્સીઓની વોચલિસ્ટમાં હતું ડો. ઝાહેદના નજીકના લોકોનો દાવો છે કે તેમનું નામ ભારતીય સુરક્ષા એજન્સીઓની એક વોચલિસ્ટમાં હતું, જેના કારણે તેમની વધારાની તપાસ કરવામાં આવી. તેમનો આરોપ છે કે ભારત વિરોધી સામગ્રી બનાવવા અથવા પ્રસારિત કરવાના આરોપોને કારણે તેમનું નામ આ લિસ્ટમાં એડ કરવામાં આવ્યું હતું. જોકે, ભારતીય અધિકારીઓએ આ દાવાઓની ન તો પુષ્ટિ કરી છે કે ન તો ખંડન કર્યું છે. માહિતી અનુસાર, ડૉ. ઝાહેદ રાજદ્વારી પાસપોર્ટ પર નહીં પરંતુ સામાન્ય બાંગ્લાદેશી પાસપોર્ટ અને સાર્ક વિઝા પર મુસાફરી કરી રહ્યા હતા. તેમની પાસે આ મુસાફરી માટે કોઈ સરકારી વિનંતી પત્ર પણ નહોતો. દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનના અધિકારીઓએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. જોકે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે મિશનના તમામ વિભાગોને આ ઘટનાની જાણ નહોતી. અધિકારીઓએ કહ્યું- ઝાહેદ સાથે કોઈ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો નથી વળી, ઘણા સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ભારતીય અધિકારીઓએ ડૉ. ઝાહેદ સાથે કોઈ અભદ્ર વ્યવહાર કર્યો નથી. તેમનું માનવું છે કે મુસાફરી સંબંધિત સંકલન અને કમ્યુનિકેશનનો અભાવ આ પરિસ્થિતિનું એક કારણ હોઈ શકે છે. જોકે, અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. ઢાકામાં સરકારી સૂત્રોનું કહેવું છે કે સમગ્ર મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તથ્યો સામે આવ્યા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં નવી દિલ્હી તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે. ————————————— બાંગ્લાદેશ સંબંધિત આ સમાચાર પણ વાંચો બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના દબાણ હેઠળ રામ-પ્રતિમાનો પ્રોજેક્ટ અટક્યો: ફંડિંગની તપાસ અને અધૂરું નિર્માણ તોડી પાડવાની માંગ, 2025માં પ્રોજેક્ટ શરૂ થયો હતો બાંગ્લાદેશના ગાયબંધા જિલ્લામાં 82 ફૂટ ઊંચી રામ પ્રતિમાનો પ્રોજેક્ટ કટ્ટરપંથી દબાણ બાદ રોકી દેવામાં આવ્યો છે. આ પ્રતિમા શ્રી શ્રી રાધા ગોવિંદ અને કાલી મંદિર પરિસરમાં બની રહી હતી. મંદિર સમિતિએ તેને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે હંગામી રોક ગણાવી છે, પરંતુ તેનું અસલી કારણ કટ્ટરપંથી સંગઠનોનું દબાણ હોવાનું કહેવાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

