દીપિકા-રણવીરના ઘરે ફરી ગુંજશે કિલકારી:40ની ઉંમરે એક્ટ્રેસ બીજી વખત માતા બનશે, પ્રેગ્નન્સી કિટ સાથે દુઆની તસવીરે લોકોના દિલ જીત્યા

Last Updated: April 19, 2026By

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે રવિવારે પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી. દીપિકા અને રણવીરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની દીકરી દુઆની એક તસવીર શેર કરી, જેમાં દીકરીએ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી હતી, જે પોઝિટિવ રિઝલ્ટ બતાવી રહી હતી. તસવીરમાં રણવીર દીકરીને ખોળામાં લઈને બેઠો છે, જોકે તેનો ચહેરો દેખાતો નથી. તસવીરમાં દુઆનો અડધો ચહેરો દેખાય છે. દીપિકા અને રણવીરની પોસ્ટ પર ઘણા સેલિબ્રિટીઓ રિએક્શન આપી રહ્યા છે. એક્ટ્રેસ નિમરત કૌરે લખ્યું, ‘અભિનંદન, તમે બંને ખુશ રહો.’ ફિલ્મ ‘ધૂરંધર’માં રણવીરના કો-સ્ટાર દાનિશ પંડોરે કમેન્ટ કરી, ‘મહેર.’ જ્યારે નીલ નિતિન મુકેશે ઇમોજી શેર કરી.
2024માં દીકરી દુઆનો જન્મ થયો હતો દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાની દીકરી દુઆના જન્મની જાણકારી આપી હતી. તેણે લખ્યું હતું, ‘વેલકમ બેબી ગર્લ. 8-9-2024. દીપિકા અને રણવીર.’ આ પહેલા ફેબ્રુઆરી 2024માં દીપિકાની પ્રેગ્નન્સીની જાહેરાત કરવામાં આવી હતી. દીપિકા-રણવીરે ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર તાજેતરમાં ફિલ્મ ‘ધૂરંધર 2’માં જોવા મળ્યો હતો, જે બ્લોકબસ્ટર સાબિત થઈ. ‘ધૂરંધર 2’ દુનિયાભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ. ફિલ્મની વિશ્વભરમાં કમાણી 1,748.91 કરોડ રૂપિયા થઈ ગઈ. તેણે 1,742.10 કરોડ રૂપિયા કમાનાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને પાછળ છોડી દીધી. હવે તે ફક્ત દંગલ (₹2070 કરોડ) અને બાહુબલી 2 (₹1,788.06 કરોડ)થી પાછળ છે. જ્યારે, દીપિકા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે.

Leave A Comment