દેશમાં લગભગ 35 હજાર ફૂટબોલ ક્રિએટર્સ:ફીફા વર્લ્ડ કપ 2026; બ્રાઝિલ પછી બીજા નંબરે ભારતીય ચાહકો

Last Updated: July 11, 2026By

ભારતની ટીમ ફીફામાં નથી રમી રહી, પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય ફૂટબોલ ફેન્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. ક્રિએટર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ Qoruzના રિપોર્ટ અનુસાર, ફીફા વર્લ્ડ કપના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સૌથી વધુ ફોલોઅર્સ બ્રાઝિલ પછી ભારતમાંથી છે. એટલું જ નહીં, રોનાલ્ડો અને મેસ્સીના કરોડો ભારતીય ફોલોઅર્સ વર્લ્ડ કપને ભારતમાં એક મોટી ડિજિટલ ઇવેન્ટ બનાવી રહ્યા છે. માત્ર ભારતમાં રોનાલ્ડો-મેસીના 13 કરોડથી વધુ ફોલોઅર્સ બ્રાઝિલ પછી હવે ફીફા વર્લ્ડ કપનું બીજું સૌથી મોટું ઇન્સ્ટાગ્રામ બજાર ભારત છે ફીફાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના 6.05 કરોડ ફોલોઅર્સમાંથી 10.21% ભારતીય છે. આ મામલે ભારત માત્ર બ્રાઝિલથી પાછળ છે. અમેરિકા, આર્જેન્ટિના, ઇટાલી અને ઇન્ડોનેશિયા જેવા ફૂટબોલ દેશો કરતાં પણ વધુ ભારતીયો આ એકાઉન્ટને ફોલો કરે છે. રોનાલ્ડોના ભારતીય ફોલોઅર્સ, પોર્ટુગલની વસતિ કરતાં પણ અનેક ગણા વધારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 8.13 કરોડ ફોલોઅર્સ ભારતમાંથી છે. એટલે કે, એકલા ભારતમાં તેમના ફોલોઅર્સ તેમના દેશ પોર્ટુગલની કુલ વસતિ કરતાં અનેક ગણા વધારે છે. લિયોનેલ મેસ્સીના પણ 5.66 કરોડ ભારતીય ફોલોઅર્સ છે. 35 હજારથી વધુ ભારતીય ક્રિએટર્સ સક્રિય વર્લ્ડ કપ દરમિયાન 35,000થી વધુ ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ ઇન્સ્ટાગ્રામ પર સતત ફૂટબોલ સંબંધિત પોસ્ટ અને વીડિયો બનાવી રહ્યા છે. બ્રાન્ડ્સને ફાયદો- હવે ફૂટબોલ સંબંધિત પ્રોડક્ટ્સ વધુ વેચાઈ રહ્યા છે ડિકેથલોન અનુસાર, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ તેના 50%થી વધુ ફૂટબોલ પ્રોડક્ટ્સ વેચાઈ ગયા હતા. સૌથી વધુ માગ પોર્ટુગલ ટીમની જર્સી અને મર્ચન્ડાઇઝની રહી હતી.

Leave A Comment