નેપાળ એરલાઇન્સે માફી માગતા ભોજપુરી સ્ટારની ટીખળ:ખેસારી લાલ યાદવે કહ્યું, 'ભારે અંગ્રેજી સમજાતી નથી'; ભારતનો ખોટો નકશો દેખાડતા વિવાદ થયો હતો
તાજેતરમાં નેપાળની એરલાઇન્સ દ્વારા ભારતનો ખોટો નકશો બતાવવામાં આવ્યો હતો, જેના પછી ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવે એરલાઇન્સની ટીકા કરી હતી. હવે એરલાઇન દ્વારા આ ભૂલ બદલ માફી માંગવામાં આવી છે, ત્યારે એક્ટરે આ વાત પર ટીખળ કરી છે. એરલાઇનના માફીનામાને રી-ટ્વીટ કરી ખેસારી લાલ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એરલાઇનના માફીનામાને રી-ટ્વીટ કરીને લખ્યું છે, ‘આટલી ભારે અંગ્રેજી તો સમજી શક્યો નથી, પણ લાગ્યું કે માફી માંગી લેવામાં આવી છે. મારા ભાઈ.’ ખોટો નકશો બતાવવા પર એક્ટરે એરલાઇન્સની ટીકા કરી હતી ગુરુવારે નેપાળ એરલાઇન્સે એક પોસ્ટમાં ભારતનો ખોટો નકશો બતાવ્યો હતો. આ પછી ખેસારી લાલ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘કોઈ કહી શકશે કે નેપાળ એરલાઇન્સે શું વિચારીને ભારતના નકશામાં આવી છેડછાડ કરી છે અને તે પણ જમ્મુ-કાશ્મીરને લઈને? આ સામાન્ય વાત નથી, જાણી જોઈને કરેલું કામ લાગે છે. આને ચીડવવું કહેવાય છે.’ ‘શાંત પડોશી કઈ મજબૂરીમાં ભૂલ કરવા લાગ્યો?’ થોડીવાર પછી એરલાઇન્સ દ્વારા પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી. આના પર એક્ટરે આગળ લખ્યું, ‘માય ડિયર નેપાળ એરલાઇન્સ, પોસ્ટ ડિલીટ કરીને ભાગી જવાથી કામ નહીં ચાલે. જવાબ આપવો પડશે. માફી માંગો અથવા ઇરાદો જણાવો કે આવું શા માટે કર્યું? આટલો શાંત અને સારો પડોશી આખરે કઈ મજબૂરીમાં આવી ભૂલ કરવા લાગ્યો?’ નેપાળ એરલાઇન્સે માફી માંગી કાશ્મીરની સરહદને ખોટી રીતે દર્શાવ્યા પછી નેપાળ એરલાઇન્સે પોસ્ટ ડિલીટ કરી અને પછી માફી માંગતા લખ્યું કે, ‘અમે તાજેતરમાં અમારા સોશિયલ મીડિયા ચેનલો પર શેર કરેલા નેટવર્ક મેપમાં થયેલી ભૂલ બદલ નિષ્ઠાપૂર્વક ક્ષમાપ્રાર્થી છીએ. તે નકશામાં આંતરરાષ્ટ્રીય સીમાઓ સંબંધિત ગંભીર મેપિંગ ભૂલો હતી, જે નેપાળ અથવા નેપાળ એરલાઇન્સની સત્તાવાર સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

