નોવાક જોકોવિચ US ઓપનમાંથી બહાર:પહેલા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-49 મારિયાનો નવોને સામે હાર્યા, હાર બાદ આંસુ રોકી શક્યા નહીં

Last Updated: August 31, 2026By

સર્બિયાના નોવાક જોકોવિચ યુએસ ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયા. તેમને આર્જેન્ટિનાના વર્લ્ડ નંબર-49 મારિયાનો નવોનેએ પાંચ સેટના મુકાબલામાં 7-6, 5-7, 4-6, 6-2, 6-1થી હરાવ્યા. આ સાથે જ જોકોવિચનું રેકોર્ડ 25મું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાનું સપનું પણ તૂટી ગયું. હાર બાદ જોકોવિચ ભાવુક થઈ ગયા અને પોતાના આંસુ રોકી શક્યા નહીં. આ મુકાબલો 4 કલાક 36 મિનિટ સુધી ચાલ્યો, જે ગ્રાન્ડ સ્લેમમાં જોકોવિચના કરિયરનો અત્યાર સુધીનો સૌથી લાંબો પહેલો રાઉન્ડ મેચ રહ્યો. 39 વર્ષના જોકોવિચે શરૂઆતના ત્રણ સેટમાંથી બે જીત્યા, પરંતુ નવોનેએ છેલ્લા બે સેટમાં શાનદાર વાપસી કરતા મુકાબલો પોતાના નામે કરી લીધો. યુએસ ઓપનમાં પ્રથમ વખત પહેલા રાઉન્ડમાં હાર જોકોવિચ માટે યુએસ ઓપનના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે તેઓ ટુર્નામેન્ટના પહેલા જ રાઉન્ડમાં બહાર થયા છે. આ પહેલા તેઓ પહેલા રાઉન્ડમાં ક્યારેય હાર્યા ન હતા. આ 2006ના ઓસ્ટ્રેલિયન ઓપન પછી પ્રથમ વખત છે, જ્યારે જોકોવિચ કોઈ ગ્રાન્ડ સ્લેમના પહેલા રાઉન્ડમાં બહાર થયા છે. મેચ દરમિયાન તબિયત બગડી જોકોવિચે પહેલો સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરતા સતત બે સેટ જીતીને વધત બનાવી લીધી હતી. જોકે, મુકાબલાના અંતિમ તબક્કામાં તેમની તબિયત બગડવા લાગી. મેચ દરમિયાન તેમને ઉલટી કરતા જોવામાં આવ્યા. તેમણે ઇન્હેલરનો ઉપયોગ કર્યો અને દવા પણ લીધી. આ ઉપરાંત, તેઓ વારંવાર સ્ટ્રેચિંગ કરતા જોવા મળ્યા અને પીઠ તથા પગમાં પરેશાનીથી ઝઝૂમતા દેખાયા. મારિયાનો નાવોને કોણ છે? મારિયાનો નાવોને આર્જેન્ટિનાના એક વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે, જેમનો જન્મ 27 ફેબ્રુઆરી 2001ના રોજ થયો હતો. નાવોને ત્રણ વર્ષની ઉંમરે ટેનિસ રેકેટ પકડ્યું હતું. 2024 ફ્રેન્ચ ઓપનમાં નાવોનેને 31મો ક્રમાંક આપવામાં આવ્યો હતો, જેનાથી તેમણે ગ્રાન્ડ સ્લેમ ડેબ્યૂ કર્યું. મેદવેદેવ US ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યા ડેનિયલ મેદવેદેવે US ઓપનના પહેલા રાઉન્ડમાં હ્યુગો ગેસ્ટનને 6-4, 6-2, 6-4થી હરાવ્યા. આ મુકાબલો 2 કલાક 14 મિનિટ ચાલ્યો. આ જીત સાથે મેદવેદેવે કારકિર્દીમાં આઠમી વખત ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું. બીજા રાઉન્ડમાં મેદવેદેવનો સામનો અમેરિકી વાઇલ્ડ કાર્ડ સેબેસ્ટિયન ગોર્ઝની અને રાફેલ કોલિગ્નન વચ્ચે થનારા મુકાબલાના વિજેતા સાથે થશે. ———————— સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… એશિયા કપ- ભારતે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું:દીપ્તિએ એક પણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી, વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ વિકેટટેકર બની ભારતે ટી-20 વિમેન્સ એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. ટીમે રવિવારે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થાઈલેન્ડ 160 રનનો પીછો કરતા 16.1 ઓવરમાં 65 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો

Leave A Comment