પીવી સિંધુ જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની:2 વર્ષ પછી કોઈ ટાઇટલ જીત્યું, યામાગુચીને 21-17, 21-17થી હરાવી

Last Updated: July 19, 2026By

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. તે આ ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય બની છે. 31 વર્ષીય સિંધુએ રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીને 21-17, 21-17થી હરાવી. આ મેચ 50 મિનિટ સુધી ચાલી. સિંધુ 4 વર્ષ પછી યામાગુચીને કોઈ ફુલ મેચમાં હરાવી શકી છે. તેને છેલ્લી જીત 2022માં થાઈલેન્ડ ઓપનમાં મળી હતી. ગયા વર્ષે મલેશિયા ઓપનમાં યામાગુચી રિટાયર હર્ટ થઈ હતી. 2019 પછી પહેલો મોટો ખિતાબ જીત્યો સેમિફાઇનલમાં ચેન યુ ફેઈ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ સેમિફાઇનલમાં ચીનની ચેન યુ ફેઈ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગઈ. તે સમયે સિંધુ 21-19, 15-10થી આગળ હતી. આ પહેલા સિંધુએ જાપાનની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા ઈજાને કારણે મેદાનમાં ઉતરી ન હતી, જેના કારણે સિંધુને વોકઓવર મળ્યો હતો. આ પહેલા બીજા રાઉન્ડમાં સિંધુએ ચીનની હાન યુને 35 મિનિટમાં 21-16, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Leave A Comment