પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ!:દરરોજ માત્ર 195 રૂપિયાની બચત કરો, મેચ્યોરિટી પર 10,00,000 મળશે; બેંકની FD કરતાં વધારે વ્યાજનો ફાયદો

Last Updated: August 28, 2026By

સુરક્ષિત રોકાણ અને જોરદાર રિટર્નની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. આ નાની બચત યોજનાઓમાં નાની-નાની બચત કરીને પણ મોટું ફંડ એકત્ર કરી શકાય છે. આવી જ એક પોસ્ટ ઓફિસ યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ, જેમાં દરરોજ ફક્ત 195 રૂપિયા બચાવીને તમે 10 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી શકો છો. ઝીરો રિસ્ક બચત યોજના પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓને લોકપ્રિય બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા જે વસ્તુની છે, તે એ છે કે આ સરકારી યોજનાઓ બિલકુલ જોખમ મુક્ત હોય છે. તેની પાછળનું કારણ એ છે કે તેમાં રોકાણ નાનું હોય કે મોટું, બધાની સુરક્ષાની ગેરંટી સરકાર પોતે લે છે. મતલબ કે તમે તણાવમુક્ત થઈને તેમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત, સરકાર દ્વારા આ પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર વ્યાજ પણ સારું આપવામાં આવે છે, જે ઘણી બેંકોની FD પર મળતા વ્યાજ કરતાં વધુ છે. છોટા પેકેટ, બડા ધમાકા છે આ સ્કીમ પોસ્ટ ઓફિસ RD સ્કીમની બીજી એક ખાસ વાત એ છે કે તેમાં તમારે એકસાથે રોકાણ કરવાની જરૂર નથી હોતી, પરંતુ તમે દરરોજ નાની-નાની બચત કરીને પણ તમારા માટે મોટું ફંડ એકત્ર કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમ બિલકુલ એવી રીતે કામ કરે છે, જેમ મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં રોકાણ કરવામાં આવે છે. તેમાં ફક્ત 100 રૂપિયાથી પણ ખાતું ખોલાવીને રોકાણની શરૂઆત કરી શકાય છે. RD સ્કીમ પર મળી રહ્યું છે 6.7 ટકા વ્યાજ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર સરકાર દ્વારા ઓફર કરવામાં આવી રહેલા વ્યાજ વિશે વાત કરીએ, તો તે 6.7 ટકા મળી રહ્યું છે. જ્યાં તમે આ સ્કીમમાં 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો, તો મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે જેટલું ઈચ્છો તેટલા પૈસા લગાવો અને તેટલો જ વધુ નફો પણ કમાવો. પતિ-પત્ની મળીને ખાતું ખોલાવો, આ બાબતોનું રાખો ધ્યાન પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે સિંગલ એકાઉન્ટ ઓપન કરાવીને રોકાણ કરી શકો છો, જ્યારે તેમાં પતિ-પત્ની મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. આ સ્કીમમાં રોકાણ માટે મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે અને તેના પૂરા થવા પર રોકાણને આગામી 5 વર્ષ માટે આગળ વધારવાની સુવિધા પણ આપવામાં આવે છે. તેમાં રોકાણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેમ કે જો કોઈ મહિનામાં તમે સમયસર હપ્તો ભરવાનું ભૂલી જાઓ છો, તો પછી 1% પ્રતિ માસની પેનલ્ટી લાગે છે, જો સતત 4 હપ્તા ચૂકી જાઓ છો તો પછી આરડી એકાઉન્ટ ક્લોઝ થઈ જાય છે. 195 રૂપિયાથી ₹10 લાખ ભેગા કરવાનું ગણિત સમજો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં 10 લાખ રૂપિયા ભેગા કરવાનું ગણિત ખૂબ જ સરળ છે. પોસ્ટ ઓફિસ RD કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરો, તો આ સ્કીમમાં ખાતું ખોલાવીને જો તમે દરરોજ માત્ર 195 રૂપિયા બચાવો છો, તો મહિનામાં તમારી સેવિંગ 5860 રૂપિયા થઈ જશે. હવે આ રકમને પ્રતિ માસ પાંચ વર્ષના મેચ્યોરિટી પીરિયડ સુધી રોકાણ કરવાનું છે. આવા કિસ્સામાં 5 વર્ષ પછી તમારું કુલ રોકાણ 3,51,600 રૂપિયા હશે અને વ્યાજ સહિત ફંડ 4,18,201 રૂપિયા હશે. હવે તમારે કરવાનું એ છે કે તમારા રોકાણને પાંચ વર્ષ માટે આગળ વધારવાનું છે. આવું કરવાથી તમારી જમા રકમ 7,03,200 રૂપિયા થશે, જ્યારે માત્ર વ્યાજની રકમ 2.98 લાખ રૂપિયા હશે. આવા કિસ્સામાં તમારું કુલ ફંડ વધીને 10,01,203 રૂપિયા થઈ જશે. ————————– આ સમાચાર પણ વાંચો: PPF એકાઉન્ટથી બાળક માટે લાખોનું ફંડ બનાવો:500 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો, જાણો આને લગતા શું નિયમો છે જો તમે બાળકના નામે રોકાણ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં હાલમાં 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમે તમારા બાળકના નામે PPF એકાઉન્ટ ખોલીને તેના માટે સરળતાથી લાખોનું ફંડ તૈયાર કરી શકો છો. પરંતુ તેના કેટલાક નિયમો છે. અમે તમને તે નિયમો વિશે જણાવી રહ્યા છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment