પ્રાઇમ વીડિયોની 2026 માટે ભારતીય કન્ટેન્ટની ઘોષણા:55 નવી ફિલ્મો અને સિરીઝની જાહેરાત; હૃતિક રોશન અને આલિયા ભટ્ટ સાથે મોટી પાર્ટનરશિપ
OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ વર્ષ 2026 માટે તેના અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય કન્ટેન્ટની જાહેરાત કરી છે. ‘પ્રાઇમ વીડિયો પ્રેઝન્ટ્સ’ કાર્યક્રમ દરમિયાન કંપનીએ લગભગ 55 નવી ઓરિજિનલ સિરીઝ અને ફિલ્મોની જાહેરાત કરી. આ યાદીમાં માત્ર હિન્દી જ નહીં, પરંતુ તમિલ અને તેલુગુ ભાષાઓની પણ મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે હવે એમેઝોન એમજીએમ સ્ટુડિયો ભારતમાં સીધા થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મો પણ બનાવશે. ઇવેન્ટમાં હૃતિક રોશન, આલિયા ભટ્ટ અને કરણ જોહર સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતાં. મુંબઈમાં યોજાયેલા પ્રાઇમ વીડિયો પ્રેઝન્ટ્સ ઇવેન્ટની તસવીરો… જૂના સુપરહિટ શોઝની થશે વાપસી દર્શકો માટે સૌથી મોટા સમાચાર તેમના મનપસંદ શોની નવી સીઝનને લઈને છે. આ સ્લેટમાં ‘પંચાયત’ સીઝન 5, ‘ફર્ઝી’ સીઝન 2 અને ‘દહાડ’ સીઝન 2 જેવા બહુપ્રતીક્ષિત શોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘કોલ મી બે’ સીઝન 2, ‘દુપહિયા’ સીઝન 2 અને રિયાલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ સીઝન 2 પણ પાછા ફરશે. આ નવી સિરીઝ અને ફિલ્મો પર રહેશે નજર નવી સિરીઝની વાત કરીએ તો, નિખિલ અડવાણીની ‘ધ રિવોલ્યુશનરીઝ’ ચર્ચામાં છે, જેમાં ભુવન બામ, રોહિત સરાફ અને પ્રતિભા રાંટા જોવા મળશે. વિજય વર્મા ‘મટકા કિંગ’ અને અલી ફઝલ ‘રાખ’ નામની સિરીઝમાં જોવા મળશે. રેપર કિંગ ફિલ્મ ‘લુખ્ખે’ થી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કરશે. જ્યારે, ‘વંશ- ધ કલયુગ વોરિયર્સ’ ભારતની પહેલી એવી હિન્દી સુપરહીરો સિરીઝ હશે, જેને ખાસ કરીને સ્ટ્રીમિંગ માટે બનાવવામાં આવી છે. હૃતિક રોશન અને આલિયા ભટ્ટ સાથે પાર્ટનરશિપ પ્રાઇમ વીડિયોએ આ વખતે મોટા પ્રોડક્શન હાઉસીસ સાથે પણ હાથ મિલાવ્યા છે. હૃતિક રોશનની ‘HRX ફિલ્મ્સ’ પહેલીવાર સ્ટ્રીમિંગની દુનિયામાં પગ મૂકી રહી છે, જે સિરીઝ ‘સ્ટોર્મ’ અને ફિલ્મ ‘મેસ’ લઈને આવશે. જ્યારે, આલિયા ભટ્ટની ‘ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ’ ફિલ્મ ‘ડોન્ટ બી શાય’ રજૂ કરશે. સાઉથમાં પણ મોટો વિસ્તાર કરતા ‘ધ ટ્રેઇટર્સ’નું તેલુગુ વર્ઝન લાવવામાં આવી રહ્યું છે, જેને તેજા સજ્જા હોસ્ટ કરશે. થિયેટરમાં પણ રિલીઝ થશે આ 5 મોટી ફિલ્મો એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ ઇન્ડિયાએ 5 એવી ફિલ્મોની જાહેરાત કરી છે, જે પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં રાજકુમાર રાવ અને કીર્તિ સુરેશની ‘રફ્તાર’, કુણાલ ખેમુ અને પ્રીટિ ઝિન્ટાની ‘વાઇબ’ અને યામી ગૌતમની ‘નઈ નવેલી’નો સમાવેશ થાય છે. ભુવન બામ અને વામિકા ગબ્બીની ‘કુકુ કી કુંડલી’ અને એ.આર. રહેમાનના મ્યુઝિકવાળી ‘દિલકશી’ પણ મોટા પડદા પર દસ્તક આપશે. થિયેટર પછી આ ફિલ્મો પ્રાઇમ વીડિયો પર ડિજિટલ પ્રીમિયર માટે આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

