પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી:બાપ્પાના દર્શન કરીને ખુલ્લા પગે કારમાં બેઠી, 'વારાણસી'થી ભારતીય સિનેમામાં દમદાર કમબેક કરશે

Last Updated: August 11, 2026By

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની આગામી ભારતીય ફિલ્મ ‘વારાણસી’ના શૂટિંગ માટે મુંબઈ પહોંચી છે. ભારત આવતા જ પ્રિયંકા મુંબઈ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી. પ્રિયંકા મંદિર પરિસરની બહાર ચપ્પલ વગર ખુલ્લા પગે ચાલતી જોવા મળી. પ્રિયંકાએ હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું અને પછી પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ. રાજામૌલીની ‘વારાણસી’થી પ્રિયંકાનું કમબેક
પ્રિયંકા ચોપરા ઘણા સમય પછી કોઈ ભારતીય ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. તે ડિકેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકાઓમાં છે. મુંબઈ પછી પ્રિયંકા ‘વારાણસી’ના શૂટિંગ માટે હૈદરાબાદ રવાના થશે. આ ફિલ્મ 7 એપ્રિલ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં નિશાનેબાજ ‘મંદાકિની’નો રોલ
ફિલ્મ ‘વારાણસી’ની વાર્તાની વાત કરીએ તો, મહેશ બાબુ તેમાં ‘રુદ્ર’ નામના પાત્રમાં જોવા મળશે, જે એક પ્રાચીન ખગોળીય કલાકૃતિ સાથે જોડાયેલા મિશન પર નીકળે છે. પ્રિયંકા ચોપરા ફિલ્મમાં ‘મંદાકિની’નું પાત્ર ભજવી રહી છે, જે એક ઇતિહાસકાર અને કુશળ નિશાનેબાજ છે. ફિલ્મમાં મંદાકિની મુખ્ય પાત્ર રુદ્રનો સાથ આપે છે. જ્યારે પૃથ્વીરાજ સુકુમારન નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તામાં પાત્રોની શોધ તેમને આફ્રિકા, એન્ટાર્કટિકા અને યુરોપ સુધી લઈ જાય છે. હોલીવુડ પ્રોજેક્ટ ‘બ્લુફ્લાય’માં રસેલ ક્રો સાથે જોવા મળશે
ભારતીય પ્રોજેક્ટ્સ ઉપરાંત પ્રિયંકા ચોપરા પાસે હોલીવુડના પણ ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તે ટૂંક સમયમાં સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ ‘બ્લુફ્લાય’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઓસ્કર વિજેતા હોલીવુડ એક્ટર રસેલ ક્રો સાથે મુખ્ય ભૂમિકામાં કામ કરી રહી છે.