ફાઈનલ હાર્યા બાદ GTના પ્લેયર્સ રસ્તે રઝળ્યા:શોર્ટ સર્કિટના કારણે બસમાંથી ધુમાડે-ધુમાડાં નીકળ્યા, શુભમન ગિલ અને સપોર્ટ સ્ટાફ માંડ-માંડ બચ્યા
IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. PTIના રિપોર્ટ્સ મુજબ ફાઈનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બસમાં ધૂમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સે લગભગ એક કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. અમદાવાદના ભાટ ગામ નજીક આવેલા એપોલો સર્કલ રિંગ રોડ પર ટીમની બસમાંથી ધુમાડો નીકળતો હતો. પોલીસ અને બસના ડ્રાઈવરને જાણ થતા તાત્કાલિક તમામ પ્લેયર્સ અને સ્ટાફને બસમાંથી ઉતાર્યા હતા શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલાથી જ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. આ પછી તાત્કાલિક તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને બાદમાં બીજી બસ કરીને તેમને હોટેલ પહોંચાડ્યા હતા. સિરાજે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે. ટીમના છેલ્લા કેટલાક દિવસો અત્યંત થકવી નાખનારા રહ્યા ગુજરાત ટાઇટન્સ માટે છેલ્લા કેટલાક દિવસો સતત પડકારોથી ભરેલા રહ્યા છે. ફાઈનલ પહેલા પણ ટીમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે અમદાવાદ પહોંચનારી ટીમની ચાર્ટર્ડ ફ્લાઇટ અંદાજે ત્રણ કલાક મોડી નીકળી હતી. આના કારણે ટીમ 30 મેની મોડી રાત્રે અમદાવાદ પહોંચી શકી હતી. એટલું જ નહીં, વિલંબ થવાના કારણે શુભમન ગિલ અને રજત પાટીદાર વચ્ચે યોજાનારો કેપ્ટન્સ ફોટોશૂટ પણ સ્થગિત કરવો પડ્યો હતો. ફાઈનલ પહેલા ખૂબ મુસાફરી કરી ગુજરાત ટાઇટન્સે છેલ્લા પાંચ દિવસમાં અત્યંત વ્યસ્ત શેડ્યૂલનો સામનો કર્યો. 26 મેના રોજ ધર્મશાલામાં રમાયેલા ક્વોલિફાયર-1માં ટીમનો RCB સામે પરાજય થયો હતો. આ પછી ટીમ ચંદીગઢ પહોંચી અને પછી 29 મેના રોજ મુલ્લાનપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2 રમીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. સતત મુસાફરી, દબાણ અને મોટી મેચ વચ્ચે ગુજરાત ટાઇટન્સે શાનદાર સંઘર્ષ કર્યો, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલમાં ગુજરાતની ટીમ ટ્રોફી જીતવાથી ચૂકી ગઈ. ————————— IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

