ફિલ્મમેકરની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા પવન કલ્યાણ:ફોટોગ્રાફર્સને ટોક્યા, મંચ પર ભીડ થવાથી મહેમાનો પરેશાન દેખાયા; સિક્યોરિટીને કરવી પડી મથામણ
એક્ટર અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ બુધવારે સાઉથ ફિલ્મમેકર મેહર રમેશની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. પવનને જોતા જ ચાહકોની ભીડ જામી ગઈ, તે સમયે તેની સિક્યોરિટી ટીમને પણ એક્ટરની સુરક્ષા માટે જહેમત ઉઠાવતી જોવા મળી. પવન મંચ પર આવતા જ, ભારે ભીડ જામી જવાને કારણે રિસેપ્શનમાં પહોંચેલા મહેમાનો સાથે ધક્કામુક્કી થઈ ગઈ, જેના કારણે કેટલાક મહેમાનો પરેશાન દેખાયા. પવન ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીના અન્ય ઘણા લોકો પણ આ લગ્નમાં પહોંચ્યાં. પવન કલ્યાણ પત્ની અને પૂર્વ રશિયન મોડેલ અન્ના લેઝનેવા સાથે રિસેપ્શનમાં આવી હતી. તેની એન્ટ્રી સાથે જ ત્યાં હાજર તમામ કેમેરામેન તેમની તસવીરો ક્લિક કરવા આગળ વધ્યા. આ દરમિયાન પવન કલ્યાણે ઇશારો કરતા તસવીરો ન લેવા માટે રોક્યા. આ પછી તે મંચ પર પહોંચ્યા, જ્યાં ભારે ભીડ જામી ગઈ હતી. સ્ટેજ પર પવન અને તેની પત્નીએ ફિલ્મમેકરની દીકરીને ભેટ આપી. પવન કલ્યાણને સ્ટેજ પરથી ઉતરતા જોઈને ઘણા લોકો તસવીરો ક્લિક કરાવવા અને લેવા માટે ઉતાવળા થઈ ગયા, જે સમયે સ્ટેજ પર હાજર મહેમાનો જ ધક્કામુક્કીનો ભોગ બન્યા. આ સેલેબ્સ પણ રિસેપ્શનમાં સામેલ થયા-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

