ફૂટબોલનો મહાનાયક મેસ્સી!:એક સમયે સારવારના પૈસા નહોતા, આજે ₹9,400 કરોડનો માલિક; સંન્યાસથી GOAT કમબેકની મેજિકલ કહાની

Last Updated: July 13, 2026By

ફૂટબોલની દુનિયામાં જ્યારે પણ શ્રેષ્ઠ ખેલાડીઓની વાત નીકળે ત્યારે લિયોનેલ મેસ્સીનું નામ સૌથી મોખરે આવે છે. હાલમાં જ 39 વર્ષના થયેલા મેસ્સી માટે વર્ષ 2026 પણ શાનદાર રહ્યું છે. ફિફા વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનની સાથે-સાથે મેસ્સી અત્યારે તેમની અબજોની સંપત્તિને કારણે પણ ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે આજે મેદાન પર જાદુ વિખેરતો અને અબજોના સામ્રાજ્ય પર રાજ કરતા મેસ્સીનું બાળપણ કેટલા સંઘર્ષો વચ્ચે વીત્યું હતું? બાળપણની બીમારી અને ગરીબી સામે જંગ આર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં 24 જૂન 1987ના રોજ જન્મેલા લિયોનેલ મેસ્સીનો પરિવાર ખૂબ જ સાધારણ જીવન જીવતો હતો. તેના પિતા સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને માતા પાર્ટ-ટાઇમ નોકરી કરતી હતી. જ્યારે મેસ્સી માત્ર 11 વર્ષના હતા, ત્યારે તેમને ‘ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી’ નામની ગંભીર બીમારી થઈ ગઈ. આ બીમારીનો ઇલાજ એટલો મોંઘો હતો કે ગરીબ પરિવાર માટે તેનો ખર્ચ ઉઠાવવો અશક્ય હતો. આ કપરા સમયે મેસ્સીની ફૂટબોલ પ્રતિભા કામ આવી. સ્પેનના પ્રખ્યાત ક્લબ એફસી બાર્સેલોનાએ મેસ્સીની આવડત ઓળખી લીધી અને માત્ર 13 વર્ષની ઉંમરે તેમને પોતાની એકેડેમીમાં સામેલ કરી લીધા. ક્લબે મેસ્સીના ઇલાજનો તમામ ખર્ચ ઉઠાવવાનું સ્વીકાર્યું. એવું કહેવાય છે કે મેસ્સીનો પહેલો કોન્ટ્રાક્ટ એક નેપકિન પેપર પર લખાયો હતો, જે આજે ફૂટબોલના ઇતિહાસનો સૌથી કિંમતી દસ્તાવેજ ગણાય છે. નિવૃત્તિનો આઘાત અને ઐતિહાસિક વાપસી બાર્સેલોના ક્લબ તરફથી રમતા મેસ્સીએ અણનમ રેકોર્ડ્સ બનાવ્યા, પરંતુ આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા તેમને ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો. વર્ષ 2016માં કોપા અમેરિકાના ફાઇનલમાં ચિલી સામે પેનલ્ટી ચૂકી ગયા બાદ મેસ્સી એટલો તૂટી ગયો કે તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. આખા વિશ્વ માટે આ એક મોટો આઘાત હતો. જોકે, ફેન્સ અને આર્જેન્ટિનાના લોકોની અપીલ બાદ મેસ્સીએ વાપસી કરી અને એ વાપસી ઇતિહાસ બદલનારી સાબિત થઈ. મેસ્સીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2021માં આર્જેન્ટિનાને કોપા અમેરિકા જીતાડ્યું અને ત્યારબાદ કતાર વર્લ્ડ કપ 2022માં ફ્રાન્સ સામે રોમાંચક ફાઇનલમાં બે ગોલ કરીને આર્જેન્ટિનાને ત્રીજો વર્લ્ડ કપ ખિતાબ અપાવ્યો. આ સાથે જ ફૂટબોલના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકેની તેમની સફર પૂર્ણ થઈ ગઈ. ફૂટબોલના ઇતિહાસના અદ્ભુત રેકોર્ડ્સ મેસ્સીની ₹9,400 કરોડની નેટવર્થ ફોર્બ્સના અહેવાલ મુજબ, જૂન 2026 સુધીમાં લિયોનેલ મેસ્સીની કુલ સંપત્તિ આશરે ₹9,400 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ રમતગમતની દુનિયામાં રમતા રમતા અબજોપતિ બનનારા વિશ્વના માત્ર ચાર ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે. આ યાદીમાં લેબ્રોન જેમ્સ, ટાઈગર વૂડ્સ અને ક્રિશ્ચિયાનો રોનાલ્ડોનું નામ પણ છે. ક્યારેય ગરીબી અને ગંભીર બીમારીને કારણે જે ખેલાડીનું ભવિષ્ય ધૂંધળું દેખાતું હતું, આજે તે જ લિયોનેલ મેસ્સી પોતાની મહેનત, અદભુત પ્રતિભા અને મજબૂત મનોબળના દમ પર વિશ્વના સૌથી અમીર અને મહાન રમતવીરોમાંના એક બની ચૂક્યા છે. પ્રાઇવેટ જેટ, 15 લક્ઝરી કારો અને કરોડોની ઘડિયાળો મેસ્સી પાસે એક લક્ઝરી પ્રાઇવેટ જેટ ‘ગલ્ફસ્ટ્રીમ V’ છે, જે તેણે 2018માં ખરીદ્યું હતું. મેસ્સી અવારનવાર આ જેટથી પ્રવાસ કરે છે. મેસ્સીને કારનો પણ શોખ છે. તેની પાસે ‘ફેરારીથી મર્સિડીઝ’ સુધીની કુલ 15 લક્ઝરી ગાડીઓ છે. મેસ્સી પાસે ફ્લોરિડા, મિયામી, બાર્સેલોના, રોઝારિયોમાં ઘર અને પ્રોપર્ટીઝ છે. તે હાલમાં પોતાના ફ્લોરિડાવાળા ઘરમાં રહે છે. ‘જેકબ એન્ડ કંપની’એ મેસ્સી માટે સ્પેશિયલ ઘડિયાળ ડિઝાઇન કરી, જેની કિંમત દોઢ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. આ ઉપરાંત પણ તેની પાસે ઘણી ઘડિયાળો છે. મેસ્સીએ બેસ્ટ ફ્રેન્ડની પિતરાઈ બહેન સાથે કર્યા લગ્ન મેસ્સી 2008થી પોતાના બાળપણના મિત્ર એન્ટોનેલા રોક્કુઝો સાથે રિલેશનશિપમાં હતો. તે તેના બેસ્ટ ફ્રેન્ડ લુકાલ સ્કાલ્ગિયાની પિતરાઈ બહેન હતી. 2009માં બંનેએ પોતાનો સંબંધ જાહેર કર્યો. મેસ્સી કહે છે કે તેઓ એન્ટોનેલા સાથે મોટા થયા છે. એન્ટોનેલા હાલમાં પોતાની ચાઇલ્ડ ફેશન બ્રાન્ડ ‘એનફેંસ’ ચલાવે છે અને ઇન્ફ્લુએન્સર પણ છે. 30 જૂન 2017ના રોજ મેસ્સી અને એન્ટોનેલાએ પોતાના હોમટાઉન રોઝારિયોમાં લગ્ન કર્યા. ચાહકો માટે મોટી સ્ક્રીન પર આ સમારોહનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આર્જેન્ટિનામાં આ લગ્નને ‘વેડિંગ ઓફ ધ સેન્ચ્યુરી’ કહેવામાં આવે છે. મેસ્સી અને એન્ટોનેલાને લગ્ન પહેલાં જ બે દીકરા હતા- થિયાગો અને માટેઓ. લગ્ન પછી 2018માં ત્રીજા દીકરા સિરોનો જન્મ થયો. મેસ્સીનો આખો પરિવાર તેની કારકિર્દી અને પર્સનલ લાઇફનું મેનેજમેન્ટ કરે છે. પિતા જ્યોર્જ 14 વર્ષની ઉંમરથી તેમના મેનેજરનો રોલ નિભાવી રહ્યા છે. ભાઈ રોડ્રિગો ડેઇલી શેડ્યૂલ અને પબ્લિસિટી સંભાળે છે, મોટા ભાઈ માટિયાસ અને માતા ‘લિયો મેસ્સી ફાઉન્ડેશન’ ચલાવે છે. મેસ્સી પોતાના પરિવારની ખૂબ નજીક છે અને ઘણીવાર પાર્ટીઓથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તેને ફ્રી ટાઇમમાં બાળકો સાથે વીડિયો ગેમ્સ રમવાનું અને ફિલ્મો જોવાનું પસંદ છે. તેની પાસે ‘ફ્રેન્ચ માસ્ટિફ હલ્ક’ અને ‘ગોલ્ડન રિટ્રીવર’ બ્રીડના બે ડોગ પણ છે. આર્જેન્ટિના માટે બધા ખિતાબ જીતીને મેસ્સી બન્યો GOAT GOATનો અર્થ છે- ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ. 17 ઓગસ્ટ 2005ના રોજ મેસ્સીએ હંગેરી સામે આર્જેન્ટિના માટે પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારથી સતત 15 વર્ષ સુધી શ્રેષ્ઠ રમત બતાવી અને દુનિયાના ટોચના ખેલાડીઓમાં સ્થાન જાળવી રાખ્યું. મેસ્સીએ 2012માં એક સત્રમાં સૌથી વધુ 91 ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો. ત્યાર બાદ અત્યાર સુધી 6 ‘લા લીગા’, 5 ‘કોપા ડેલ રે’ અને 2 ચેમ્પિયન્સ લીગ જીતી. બાર્સેલોના માટે તે અત્યાર સુધીમાં સૌથી વધુ 672 ગોલ કરી ચૂક્યો છે. જોકે બંને સાથે એક કમી હતી- અસલમાં GOAT તેને કહેવામાં આવે છે, જે પોતાના દેશ અને પોતાના માટે બધા ખિતાબ જીતી લે. મેસ્સીની કારકિર્દી શરૂ થાય તે પહેલાં આર્જેન્ટિનાએ 1978 અને 1986માં ડિયેગો મેરાડોનાની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ 36 વર્ષ સુધી આર્જેન્ટિના માટે ખિતાબની અછત રહી. પછી ટીમના કેપ્ટન મેસ્સીએ આર્જેન્ટિનાને 2021માં કોપા અમેરિકા અને ડિસેમ્બર 2022માં ફીફા વર્લ્ડ કપ જીતાડીને GOAT કહેવાવાની છેલ્લી અડચણ પણ દૂર કરી દીધી. મેસ્સી એટેકિંગ મિડફિલ્ડર તરીકે રમતો હતો. તેણે ટીમ માટે માત્ર પોતે જ ગોલ કર્યા નથી, પરંતુ તેને ગોલ અસિસ્ટ કરનારા એટલે કે અન્ય ખેલાડીને ફૂટબોલ પાસ કરીને ગોલ કરાવનારા દુનિયાના સૌથી કાબિલ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. ઓગસ્ટ 2021માં નાણાકીય સમસ્યાઓને કારણે મેસ્સીએ બાર્સેલોના છોડીને ફ્રાન્સનો ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મેન (PSG) જોઇન કર્યો. નવેમ્બર 2022માં તેને રેકોર્ડ આઠમી વાર બેલન ડી’ઓર મળ્યો. પછી 2023માં મેસ્સી PSG છોડીને અમેરિકન મેજર લીગ સોકર ક્લબ ‘ઇન્ટર મિયામી’માં સામેલ થઈ ગયો.