બહારના મેંદાના નાસ્તાને કહો બાય-બાય! ટ્રાય કરો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ઘઉં-રવાની ફરસી પૂરી
ઉનાળાની ઋતુ એટલે વેકેશન, પ્રવાસ અને પિકનિકનો સમય. આ દિવસોમાં બાળકો ઘરે હોય ત્યારે તેમને વારેવારે નાસ્તો જોઈએ છે, અથવા જો તમે ક્યાંય બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો સાથે રાખવા માટે લાંબો સમય ટકી રહે તેવો નાસ્તો ખૂબ જરૂરી છે. બહારના મેંદાવાળા નાસ્તા ખાવાને બદલે ઘઉંના લોટમાંથી બનેલી પૌષ્ટિક અને હળવી ફરસી પૂરી ઉનાળા માટે ઉત્તમ પસંદગી છે.
આજે આપણે શીખીશું ઘઉંના લોટ અને રવામાંથી બનતી ફરસી પૂરી, જે તિરૂપતિ તેલમાં તળવાથી એકદમ કરકરી અને સ્વાદિષ્ટ બને છે. તે પચવામાં હળવી છે અને ગરમીના દિવસોમાં મુસાફરી દરમિયાન કે ચા સાથે ખાવાની ખૂબ મજા પડે છે.
ફરસી પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
1/4 કપ રવો
4 મોટી ચમચી મોણ માટે તેલ
1 ચમચી મરી પાઉડર
૨ ચમચી અધકચરુ વાટેલુ જીરું
1 ચમચી હળદર પાઉડર
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી તલ
1 ચમચી અજમો
હિંગ
સ્વાદ અનુસાર મીઠું
જરૂર મુજબ પાણી
તળવા માટે તિરૂપતિ કપાસિયા તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને રવો ચાળી લો. તેમાં મરી પાઉડર, અધકચરુ વાટેલું જીરું, હળદર, લાલ મરચું પાઉડર, અજમો, તલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે મોણ માટે તેમાં 4 મોટી ચમચી તિરૂપતિ તેલ ઉમેરો અને લોટને હાથથી સરસ રીતે ભેળવી લો.
ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. લોટને 10-15 મિનિટ ઢાંકી મૂકી રાખો. હવે નાના-નાના લૂઆ બનાવો અને તેને જાડી પૂરી વણી લો. કાંટાની મદદથી પૂરી પર નાના છીદ્રો પાડી દો જેથી તળતી વખતે પૂરી ફૂલશે નહીં અને વધુ કરકરી બનશે.
એક કડાઈમાં તિરૂપતિ કપાસિયા તેલ ગરમ કરો. તેલ મધ્યમ તાપે ગરમ થયા પછી પૂરીને ધીમા થી મધ્યમ તાપે તળો. પૂરી સુવર્ણ રંગની અને કરકરી થાય ત્યાં સુધી તળો.
તૈયાર છે સ્વાદિષ્ટ અને કરકરી ઘઉંની ફરસી પૂરી. ચા સાથે સર્વ કરો.
આ રીતે તૈયાર થયેલી ઘઉંની ફરસી પૂરી ઘરે સહેલાઈથી બની જાય છે અને નાસ્તા માટે સારી પસંદગી બની શકે છે. તિરૂપતિ કપાસિયા તેલમાં તળવાથી પૂરી સરસ કરકરી બને છે. તિરૂપતિ તેલની શુદ્ધતાને કારણે આ પૂરી લાંબો સમય સુધી તાજી રહે છે.
Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


