બાપ રે! 104 ડિગ્રી તાવમાં અક્ષયના ભોજપુરી સુંદરી સાથે ઠુમકા:અક્ષરા સિંહે શૂટિંગનો ચોંકાવનારો કિસ્સો કહ્યો, આઇટમ સોન્ગમાં 'ખિલાડી'ની એનર્જી જોઈ દંગ રહી ગઈ

Last Updated: June 28, 2026By

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ભોજપુરી ક્વીન અક્ષરા સિંહની કેમેસ્ટ્રી ટૂંક સમયમાં જ મોટા પડદા પર ધમાકો મચાવવા જઈ રહી છે. અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. ફિલ્મમાં એક સ્પેશિયલ ભોજપુરી આઇટમ સોંગ છે, જેનું નામ છે ‘ઘીસ ઘીસ ઘીસ’. આ ગીતમાં અક્ષય કુમારે અક્ષરા સિંહ સાથે જોરદાર ડાન્સ કર્યો છે. હવે આ શૂટિંગ દરમિયાનનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ અક્ષય કુમારના ફેન બની જશો. 104 ડિગ્રી તાવમાં પણ અક્ષય કુમારે કર્યો ડાન્સ! અક્ષરા સિંહે ન્યૂઝ એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અક્ષરાએ જણાવ્યું કે, “જ્યારે આ ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે અક્ષય સરને 103થી 104 ડિગ્રી જેટલો સખત તાવ હતો. હું સતત તેમને જોઈ રહી હતી. તેમની તબિયત એટલી ખરાબ હોવા છતાં, તેમણે શૂટિંગ અટકાવ્યું નહીં અને પૂરા સમર્પણ સાથે ડાન્સ સ્ટેપ્સ પૂરા કર્યા. પોતાના કામ અને કળા પ્રત્યે તેમનો આવો પ્રેમ જોઈને હું દંગ રહી ગઈ હતી.” અક્ષરા સિંહને કેવી રીતે મળી આ મોટી ફિલ્મ? અક્ષરા માટે આ ફિલ્મમાં કામ કરવું કોઈ સપનાથી ઓછું નહોતું. તેણે આ અંગે વાત કરતા કહ્યું, “સૌથી પહેલા મને અહમદ સરના પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો હતો અને આ ગીત ઓફર થયું હતું. શરૂઆતમાં હું થોડી મૂંઝવણમાં હતી. પણ જ્યારે ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સરનો પોતે ફોન આવ્યો, ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. તેમણે મને કહ્યું કે આ એક ધમાકેદાર ટ્રેક છે અને તારે આ કરવો જ જોઈએ. અક્ષય સર અને ગણેશ સરનું નામ સાંભળતા જ હું તો બ્લેન્ક થઈ ગઈ હતી અને તરત હા પાડી દીધી.” તમારા આ ગીતનો ફ્લેવર શું છે? આ કોઈ હિપ-હોપ સોંગ નથી. આ ફિલ્મનું ઇન્ટ્રો સોંગ છે, જે વાર્તા અને પાત્રોને દર્શકો સમક્ષ રજૂ કરશે. આ સંપૂર્ણપણે એક કમર્શિયલ, કલરફુલ અને ધમાકેદાર સેટઅપ પર ફિલ્માવવામાં આવ્યું છે. આમાં તમને બોલિવૂડનો તે આઇકોનિક અને એવરગ્રીન ‘સરકાઈ લો ખટિયા જાડા લગે’ વાળો અસલી દેશી ફ્લેવર જોવા મળશે. બેકગ્રાઉન્ડથી લઈને ડાન્સ મૂવ્સ સુધી, બધું જ ખૂબ જ પેપી છે. શૂટિંગ દરમિયાન બ્રેક્સમાં અક્ષય કુમાર સાથે તમારી શું વાતચીત થઈ? અક્ષય કુમાર સર સાથે કામ કરવાનો અનુભવ હું આખી જિંદગી નહીં ભૂલી શકું. સેટ પર જતા પહેલા મારા મનમાં થોડો ડર હતો કે આટલા મોટા સુપરસ્ટાર છે, ખબર નહીં કેવી રીતે વર્તશે? પરંતુ જ્યારે હું તેમને મળી ત્યારે મને લાગ્યું કે તેઓ ખૂબ જ ડાઉન-ટુ-અર્થ વ્યક્તિ છે. તેમણે મને ખૂબ જ ઉષ્માભેર મળ્યા અને કહ્યું… ‘અક્ષરા, તું કેટલી સુંદર છે, ક્યારથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે?’ આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ. ફક્ત અક્ષય સર જ નહીં, પરંતુ સેટ પર હાજર દરેક વ્યક્તિએ મારા કામની પ્રશંસા કરી. અક્ષય સરે મને ઘણી વાર પૂછ્યું કે તને આ ગીત કેવું લાગી રહ્યું છે? તેમણે કહ્યું કે હું ખૂબ સારું કામ કરું છું અને આટલા વર્ષોથી ભોજપુરી સિનેમાને સંભાળી રહી છું, તે પ્રશંસનીય છે. તેમના જેવા મોટા સ્ટાર પાસેથી આટલું સન્માન અને પ્રેમ મળવું મારા માટે કોઈ એવોર્ડથી ઓછું નથી. ભોજપુરી અને બોલિવૂડના કામ કરવાની રીતમાં શું તફાવત અનુભવ્યો? એક અભિનેતા તરીકે આપણે દરરોજ, દરેક સેટ પર કંઈક નવું શીખીએ છીએ. બોલિવૂડના આ સેટ પર મેં જે તકનીકી બારીકાઈઓ જોઈ, તે મારા માટે ખૂબ જ નવો અનુભવ હતો. ભોજપુરીમાં આપણે પહેલા આખું ગીત કે સીન શૂટ કરી લઈએ છીએ, પછી તે ફૂટેજ એડિટિંગ ટેબલ પર જાય છે અને લગભગ 15-20 દિવસ પછી આપણને આપણું કામ જોવા મળે છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ના સેટ પર ટેકનોલોજીનું એક અલગ જ સ્તર હતું. ત્યાં ઓન-ધ-સ્પોટ ‘શૉટ ચેક’ અને એડિટિંગની સુવિધા હતી. માસ્ટર જી ગીત શૂટ કરી રહ્યા હતા અને મોનિટર પર શૉટ તરત જ એડિટ થઈ રહ્યો હતો. 26 જૂને રિલીઝ થશે ‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અહેમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. આ એક્શન કોમેડી ડ્રામા ફિલ્મને ફિરોઝ નડિયાદવાલા અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે એક મોટી સ્ટાર કાસ્ટ જોવા મળશે, જેમાં સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, રવીના ટંડન, અરશદ વારસી, દિશા પટાની અને જેકલીન ફર્નાન્ડિઝ જેવા ઘણા મોટા નામ સામેલ છે.