'બાહુબલી' ડિરેક્ટર 'ધુરંધર 2' પર આફરીન:એસ.એસ. રાજામૌલીએ રણવીરની એક્ટિંગને માસ્ટરક્લાસ ગણાવી, આદિત્ય ધરના વખાણના પુલ બાંધ્યા
બોલિવૂડની ચર્ચિત સ્પાય થ્રિલર ‘ધુરંધર 2’ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હસ્તીઓ તરફથી શાનદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. અત્યાર સુધીની સૌથી મોટી પ્રતિક્રિયાઓમાંથી એક સાઉથના સુપરહિટ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી તરફથી આવી છે. ‘દર્શકોને છેલ્લી ફ્રેમ સુધી જકડી રાખે છે’ રાજામૌલીએ ટ્વીટ કરીને કહ્યું, ‘મને ‘ધુરંધર-1’ પસંદ પડી હતી, પરંતુ ‘ધ રિવન્જ’એ તેને મોટી ઊંચાઈઓ પર પહોંચાડી છે. લેખન, કાસ્ટિંગ, ટેકનિકલ કામ, સંગીત અને ડિરેક્શન ઉત્તમ છે. ચાર કલાકની ફિલ્મ બનાવવી અને વધુ જોખમી નિર્ણયો લેતા, આ ફિલ્મ દર્શકોને છેલ્લી ફ્રેમ સુધી જકડી રાખે છે.’ તેમણે ડિરેક્ટર આદિત્ય ધરની વાર્તા અને હિંમતની પણ પ્રશંસા કરી. રણવીર સિંહના પરફોર્મન્સને ‘માસ્ટરક્લાસ’ ગણાવ્યો રાજમૌલીએ ખાસ કરીને રણવીર સિંહની એક્ટિંગને હાઈલાઈટ કરી અને કહ્યું કે, ‘શેડમાં બહેન સાથેનો સીન એક ‘માસ્ટરક્લાસ’ હતો.’ તેમણે એમ પણ કહ્યું કે, રણવીરે ફિલ્મમાં ભાવનાત્મક ઊંડાણને ખૂબ સારી રીતે રજૂ કર્યું છે. આ ઉપરાંત રાજમૌલીએ આર માધવનના અભિનયની પણ પ્રશંસા કરી, કહ્યું કે, ‘તેમણે રાષ્ટ્રીય ભાવના અને ભાવનાત્મક તણાવને ખૂબ પ્રભાવશાળી રીતે દર્શાવ્યો છે.’ નોંધનીય છે કે, વિજય દેવરકોંડા, મહેશ બાબુ, અલ્લુ અર્જુન અને જુનિયર NTR એ પણ ‘ધુરંધર 2’ના ખૂબ વખાણ કર્યા છે. બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત ‘ધુરંધર 2′ 19 માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મે પેઇડ પ્રિવ્યૂ અને બીજા દિવસ સુધીની કમાણી મળીને 200 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અત્યાર સુધીની સૌથી ઝડપથી વધતી હિન્દી ફિલ્મોમાંથી એક બની ગઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

