બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ- ઉન્નતિ અને લક્ષ્ય પહેલી મેચ જીત્યા:ત્રિસા-ગોપીચંદની જોડી આગળના રાઉન્ડમાં, મિક્સડ ડબલ્સમાં ભારતીય જોડીઓ હારી
ભારતના લક્ષ્ય સેન અને ઉન્નતિ હુડ્ડાએ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત સાથે શરૂઆત કરી છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં લક્ષ્યએ રોમાનિયાના કોલિન્સ ફિલિમોનને 16-21, 21-8 અને 21-4થી હરાવ્યો. જ્યારે, વિમેન્સ સિંગલ્સમાં ઉન્નતિ હુડ્ડાએ મ્યાનમારની થેત હમતાર થુજારને 22-20, 21-16થી હરાવી. આગળના રાઉન્ડમાં લક્ષ્યનો મુકાબલો સ્વિટ્ઝર્લેન્ડના ટોબિયાસ કુંજી અને અમેરિકાના ગેરેટ ટેનના વિજેતા સાથે થશે. ઉન્નતિનો મુકાબલો કેનેડાની 19મી વરીય ખેલાડી મિશેલ લી સાથે થશે. ત્રિસા-ગોપીચંદે અમેરિકી જોડીને હરાવી વિમેન્સ ડબલ્સમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ રાઉન્ડ ઓફ 32ની મેચમાં અમેરિકાની લોરેન લેમ અને એલિસન લીને 21-15, 21-12થી હરાવ્યા. જ્યારે, કવિપ્રિયા સેલ્વમ અને સિમરન સિંઘીની જોડીને બલ્ગેરિયાની ગેબ્રિએલા સ્ટોએવા અને સ્ટેફાની સ્ટોએવા સામે 7-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો. રોહન-શિવની અને સૂર્યા-અમૃતાની જોડીઓ હારી મિક્સ્ડ ડબલ્સમાં રોહન કપૂર અને રુત્વિકા શિવાની ગડ્ડેની ભારતીય જોડીને કેનેડાના જોનાથન બિંગ ત્સાન લાઈ અને ક્રિસ્ટલ લાઈએ 20-22, 21-19, 21-17થી 1 કલાક 8 મિનિટમાં હરાવ્યા. અશિથ સૂર્ય અને અમૃતા પ્રમુથેશની જોડીને તુર્કીના એમ્રે સોનમેઝ અને યાસેમેન બેક્તાસે 21-16, 29-30, 22-24 થી હરાવ્યા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

