બેડરૂમવાળા વિવાદથી ભાઈ-બહેનના પ્રેમ સુધી:કંગના-રામદેવ વચ્ચે સમાધાન, બાબાએ 500ની નોટોનું બંડલ-મીઠાઈ મોકલી; કંગનાએ કહ્યું- 'ભગવાન લાંબું આયુષ્ય આપે'
રક્ષાબંધન પર યોગ ગુરુ બાબા રામદેવે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત માટે મીઠાઈ અને ભેટ મોકલી. તેમણે એક કવરમાં 500 રૂપિયાની નોટોનું બંડલ પણ મોકલ્યું. આ દરમિયાન રામદેવે કહ્યું કે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેવી જોઈએ અને મનદુ:ખ ભૂલીને પ્રેમ સાથે આગળ વધવું જોઈએ. રામદેવે કહ્યું કે દેશમાં કોઈપણ કારણસર નફરત અને એકબીજા પ્રત્યે વેરભાવ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા દિવસોમાં તેમના અને કંગના રનૌત વચ્ચે વિવાદની ચર્ચા થઈ હતી, જેને સંવાદ દ્વારા સમાપ્ત કરવો જોઈએ. હું કંગનાને ફોન કરીને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપીશ. આ પછી કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રામદેવનો વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું- ‘તહેવારનો દિવસ હોય છે બધી ભૂલ-ચૂક માફ કરવા માટે. મારા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સારી વાત કહી કે વિવાદ નહીં, સંવાદ હોવો જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું તેમની મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ, બંને સ્વીકાર કરું છું. ખૂબ આભાર. ભગવાન તમને લાંબી આયુષ્ય આપે.’ રામદેવે કહ્યું હતું- અભિનેત્રીનું બાળપણ કેવું રહ્યું, યુવાની કેવી રહી કંગના રનૌતે GEN-Z વિરોધકર્તાઓને ગટરછાપ કહ્યા હતા. આ અંગે ટીવી 9 ભારતવર્ષ સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું હતું કે, ‘તેમની લાયકાત શું છે? તેમનું બાળપણ કેવું રહ્યું છે? તેમની યુવાની કેવી રહી છે? તેમના પહેલાના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા માંગતો નથી. આવા કોઈ પણ દેશના યુવાનોને, GEN-Zને ગટર-પટર કહેવું, આ બગડેલા મગજની નિશાની છે. ખોટી વાત છે. આના પર, તેમની પાર્ટીના લોકોએ ધ્યાન આપવું જોઈએ.” રામદેવની આ કમેન્ટ પછી કંગનાએ પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાબા રામદેવે તેમની યુવાની અને બેડરૂમ વિશે દિવસના સપના ન જોવા જોઈએ. કૃતિ સેનન પર આપેલા નિવેદન પરથી કંગના ફરી ગઈ કંગના કૃતિ સેનનની રક્ષાબંધન એડવર્ટાઇઝમેન્ટ પર આપેલા નિવેદન પરથી ફરી ગઈ છે. ‘ડીકોડ લાઇવ’ શોમાં કંગનાએ કહ્યું કે કૃતિને જે મન થાય તે પહેરી શકે છે. તેને કોઈ રોકી રહ્યું નથી. કોને શું પડી છે? કંગનાએ પહેલા લખ્યું હતું કે આજે મહિલાઓ પાસે પહેરવા માટે દરેક પ્રકારના કપડાંના વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યારે રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતી વખતે આવા કપડાં કેમ પસંદ કરવામાં આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો… ——————————— આ સમાચાર પણ વાંચો… મારી જવાની-બેડરૂમના સપના જોવાનું બંધ કરો!: બાબા રામદેવ પર ભડકી કંગના રનૌત; ‘ગટર જનરેશન’ વિવાદ મુદ્દે ટિપ્પણીથી નારાજ, બાબાને સુપ્રીમ કોર્ટની ફટકાર યાદ અપાવી બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે યોગગુરુ બાબા રામદેવ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં કંગનાએ દેશની Gen Z પેઢીને ‘ગટર જનરેશન’ કહી હતી, જેના પર બાબા રામદેવે વિરોધ નોંધાવ્યો હતો અને અભિનેત્રીના ભૂતકાળ તેમજ અંગત જીવન પર સવાલો ઉઠાવ્યા હતા. હવે આ નિવેદનનો પલટવાર કરતા કંગનાએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કર્યા છે. સંપૂર્ણ સમચારા વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

