બોની કપૂરની લાડલીની મહેંદી સેરેમની:ગુજરાતી સાસરિયાને સરપ્રાઇઝ આપવા અંશુલાએ પટોળું પહેર્યું, પતિ રોહન સાથે સ્વીટ મોમેન્ટ; સોનમ-કરિશ્માનો WOW લુક

Last Updated: July 5, 2026By

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી અને એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર આવતીકાલે મનમીત રોહન ઠક્કર સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહી છે. લગ્ન પહેલાં કપૂર પરિવારમાં પ્રી-વેડિંગ ફંક્શન્સની ધૂમ જોવા મળી રહી છે. હાલમાં જ અંશુલા કપૂરની મહેંદી સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. ગુજરાતી સાસરી પક્ષના સન્માનમાં પહેર્યું ખાસ પટોળું આ ખાસ પ્રસંગે અંશુલા કપૂરે પરંપરાગત લાલ કે લીલા રંગને બદલે અત્યંત આકર્ષક ‘ટીલ બ્લુ’ કલરનો લહેંગો પસંદ કર્યો હતો. ફેમસ ડિઝાઈનર અર્પિતા મહેતા દ્વારા ડિઝાઈન કરાયેલો આ આઉટફિટ ગુજરાતની 900 વર્ષ જૂની પ્રખ્યાત ‘પાટણ પટોળા’ અને બાંધણી કળાથી પ્રેરિત હતો. પોતાના થનારા ગુજરાતી સાસરી પક્ષની સંસ્કૃતિ અને વિરાસત પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવા માટે અંશુલાએ આ લુક પસંદ કર્યો હતો. આ મિરર-વર્ક અને પટોળા એપ્લિક વર્કવાળા લહેંગામાં અંશુલા સોળે શણગાર સજીને અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી. જુઓ અંશુલાનો ગુજરાતી અંદાજ:- પતિ પાસે હાથમાં શોધાવ્યું નામ અને રોહનની સરપ્રાઈઝ એન્ટ્રી મહેંદી સેરેમની દરમિયાન અંશુલાએ પોતાના હાથમાં પિયાના નામની મહેંદી રચાવી હતી. પરંપરાગત રિવાજ મુજબ તે તેના થનારા પતિ રોહન ઠક્કર પાસે હાથમાં છુપાયેલું તેનું નામ શોધાવતી જોવા મળી હતી, જે પળ ખૂબ જ રોમેન્ટિક બની રહી હતી. ઉપરાંત, ફંક્શનમાં રોહન ઠક્કરે ઢોલના તાલે પ્રખ્યાત ગીત “મહેંદી લગા કે રખના” પર ડાન્સ કરીને ધમાકેદાર સરપ્રાઈઝ એન્ટ્રી કરી હતી, જેને જોઈને અંશુલાના ચહેરા પર મોટી મુસ્કાન આવી ગઈ હતી. જ્હાન્વી અને ખુશીએ આપ્યું ખાસ સરપ્રાઈઝ અંશુલાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ શેર કરીને જણાવ્યું કે આ આખી મહેંદી સેરેમની તેની વ્હાલી બહેનો જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરે હોસ્ટ કરી હતી અને તેને એક અદભુત સરપ્રાઈઝ આપ્યું હતું. જ્હાન્વી અને ખુશીએ ડેકોરેશનથી લઈને દરેક નાની-મોટી વિગતોનું ધ્યાન રાખ્યું હતું, જેનાથી આ દિવસ અંશુલા માટે જીવનનો સૌથી યાદગાર દિવસ બની ગયો. સોનમ કપૂર અને કરિશ્મા કપૂરનો ‘WOW’ લુક આ સ્ટાર-સ્ટડેડ ફંક્શનમાં કપૂર સિસ્ટર્સ અને બોલિવૂડની હસ્તીઓએ ચાર ચાંદ લગાવ્યા હતા. સોનમ કપૂરે ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટોઝ શેર કરીને લખ્યું, “મહેંદી રચ ગઈ અંશુલા કી.” તો બીજી તરફ કરિશ્મા કપૂર, નીતુ કપૂર, શનાયા કપૂર અને વરુણ ધવન પણ આ ઇવેન્ટમાં ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર કપૂર ખાનદાનના આ ફંક્શનના વીડિયોઝ અને ફોટોઝ જોઇને ફેન્સ પણ “WOW” કહી રહ્યા છે અને થનારી દુલ્હનને શુભકામનાઓ આપી રહ્યા છે. અંશુલા 2022થી રોહન સાથે રિલેશનશિપમાં છે રોહને જુલાઈ મહિનામાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં અંશુલાને પ્રપોઝ કર્યું હતું. જે પછી અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમે એક એપ પર મળ્યા હતા. અમે મંગળવારે રાત્રે 1:15 વાગ્યે વાત કરવાનું શરૂ કર્યું અને સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું. ત્રણ વર્ષ પછી, મારા પ્રિય શહેરમાં, સેન્ટ્રલ પાર્કની સામે, તેણે પ્રપોઝ કર્યું. ભારતીય સમય મુજબ બરાબર 1:15 વાગ્યા હતા અને એવું લાગ્યું કે દુનિયા એક ક્ષણ માટે થંભી ગઈ છે… મેં હા પાડી.’