બોલિવૂડનો ગણેશોત્સવ:શિલ્પાનો પાપારાઝી સાથે ડાન્સ, ગોવિંદાની બાળકો માટે પ્રાર્થના; અજયે લાલબાગના દર્શન કર્યા, સંજયે ઘાયલ પાપારાઝીની મદદે પહોંચ્યો
બોલિવૂડમાં ગણેશ ઉત્સવનો માહોલ છવાયેલો છે. શિલ્પા શેટ્ટી, સંજય દત્ત અને ગોવિંદા સહિત અનેક સિતારાઓ બાપ્પાના દર્શન અને ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યાં. શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત ઢોલ-નગારા અને પાપારાઝી સાથે ડાન્સ કરીને કર્યું. જ્યારે સંજય દત્તે ગણેશ દર્શન દરમિયાન એક ઇજાગ્રસ્ત પાપારાઝીની મદદ માટે હાથ લંબાવ્યો. આ ઉપરાંત અમેરિકાથી પરત ફરેલા એક્ટર ગોવિંદાએ પણ ઘરે પહોંચીને પરિવાર સાથે બાપ્પાના દર્શન કર્યા અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. અજય દેવગણ ‘લાલબાગ ચા રાજા’ના દર્શન કરવા પહોંચ્યો. શિલ્પા શેટ્ટીએ દીકરી સાથે ટ્વિનિંગ કર્યું ગણેશ ઉત્સવ દરમિયાન એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો એક ખાસ અંદાજ જોવા મળ્યો. શિલ્પા પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી વખતે ઢોલના તાલે જોરદાર થિરકતી જોવા મળી. આ દરમિયાન તેણે ત્યાં હાજર ફોટોગ્રાફર્સ સાથે તાલ મિલાવીને ડાન્સ કર્યો. પૂજન સમયે શિલ્પા અને તેની દીકરી સમિષા મેચિંગ પીળા અને ગુલાબી રંગના પરંપરાગત પોશાકમાં જોવા મળી. મા-દીકરીનું આ ટ્વિનિંગ ખૂબ વખણાઈ રહ્યું છે. પૂજા દરમિયાન શિલ્પાના પતિ રાજ કુંદ્રા અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા. સંજય દત્તે ગાડી રોકાવીને ઇજાગ્રસ્ત પાપારાઝીના હાલચાલ પૂછ્યા
ત્યાં જ એક્ટર સંજય દત્ત, સમાજ સેવી રાહુલ કનલના ઘરે ગણપતિ દર્શન માટે પહોંચ્યો. ત્યાં જતી વખતે તેની નજર એક ઇજાગ્રસ્ત પાપારાઝી પર પડી. બાઇક અકસ્માતને કારણે ફોટોગ્રાફરના પગમાં ઇજા થઈ હતી. આ જોતા જ સંજય દત્તે તરત જ પોતાનો કાફલો રોકાવ્યો અને તેના ખબરઅંતર પૂછ્યા. જ્યારે ફોટોગ્રાફરે જણાવ્યું કે તેનો મેનેજર ફોન નથી ઉપાડી રહ્યો, ત્યારે સંજય દત્તે ખાતરી આપી કે તે પોતે આ મામલો જોશે. આ પહેલા વર્ષ 2018 અને 2019માં પણ સંજય દત્ત પાપારાઝીની મદદ કરતો જોવા મળ્યો હતો. અમેરિકાથી પાછા ફરીને બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો ગોવિંદા ગોવિંદા અમેરિકાનો પ્રવાસ પૂરો કરીને મુંબઈ પાછો ફર્યો અને સીધા બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યો. ગોવિંદાએ તેમના બાળકો ટીના અને યશવર્ધન સાથે આરતી કરી અને ભગવાન ગણેશ પાસે તેમના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી. તેણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, તેમના ઘરમાં ગણપતિ સ્થાપિત કરવાની પરંપરા તેમના માતાના સમયથી ચાલી આવે છે. ગોવિંદાએ કહ્યું, ‘હું પ્રાર્થના કરું છું કે બાપ્પા યશને સફળતા અને સમૃદ્ધિ આપે, જેથી લોકો કહે કે તે ગોવિંદા કરતાં પણ સારો છે. જ્યારે દીકરી ટીના માટે એક સારા ઘર અને પરિવારની કામના કરું છું.’ આ વખતે ગોવિંદાની ગેરહાજરીમાં તેની પત્ની સુનીતા આહુજાએ બાળકો સાથે ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. સુનીતાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે બાપ્પાના આશીર્વાદથી તેમને ઘણી સફળતા અને નામ મળ્યું છે, તેથી તેમણે પોતે પોતાના હાથે ગણપતિ પ્રતિમા ઘરે લાવવાનો નિર્ણય કર્યો. ત્યાં અજય દેવગન પોતાના દીકરા સાથે ‘લાલબાગ ચા રાજા’ના દર્શન કરવા પહોંચ્યો. આ દરમિયાન તે પોતાના દીકરાને ભીડથી બચાવતો જોવા મળ્યો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


