ભારતમાં યોજાશે પહેલી વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી:આવતા વર્ષે 14-28 ફેબ્રુઆરી સુધી મુંબઈ-વડોદરામાં ટુર્નામેન્ટ રમાશે; શ્રીલંકા પાસેથી છીનવાઈ યજમાની
પ્રથમ વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે. ICCએ બુધવારે આ અંગે મંજૂરી આપી દીધી છે. છ ટીમોની આ ટુર્નામેન્ટ 14 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન મુંબઈ અને વડોદરામાં રમાશે. આ ટુર્નામેન્ટની યજમાની શ્રીલંકાને મળી હતી. ICCએ 30 ઓગસ્ટે શ્રીલંકા પાસેથી યજમાની છીનવી લીધી હતી. ICCએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ત્યાંની સરકારની દખલગીરી છે. ભારતને યજમાની આપવાનું કારણ શ્રીલંકા પાસેથી યજમાની છીનવી લીધા બાદ ટુર્નામેન્ટ યોજવા માટે બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ આફ્રિકાએ દાવો કર્યો હતો. ICCએ નિર્ધારિત ધોરણોના આધારે ભારતના પ્રસ્તાવને મંજૂરી આપી. ICCએ કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ જુલાઈમાં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં જણાવવામાં આવેલા જરૂરી સુધારા કરી રહ્યું છે. ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા રમશે. આ તમામ ટીમોએ 6 જુલાઈની કટઓફ તારીખે ICC મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ટીમ રેન્કિંગમાં તેમની સ્થિતિના આધારે ક્વોલિફાય કર્યું છે. રાઉન્ડ-રોબિન લીગ પછી ફાઇનલ બધી ટીમો રાઉન્ડ-રોબિન લીગમાં રમશે. લીગ પછી ટોચની બે ટીમો 28 ફેબ્રુઆરીએ યોજાનારી ફાઇનલમાં પહોંચશે. પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરના ફોર્મેટમાં રમાય છે. ભારતે ગયા વર્ષે મહિલા વનડે વર્લ્ડ કપની યજમાની કરી હતી, જેમાં ભારતીય ટીમે ખિતાબ જીત્યો હતો. જય શાહ બોલ્યા- મહિલા ક્રિકેટ માટે નવો અધ્યાય ICC ચેરમેન જય શાહે કહ્યું- ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027 મહિલા ક્રિકેટ માટે એક નવા અને ઉત્સાહજનક અધ્યાયની શરૂઆત છે. ટુર્નામેન્ટની આ પ્રથમ સીઝન હશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમો કડક મુકાબલામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, તેનાથી ટીમોને રેન્કિંગમાં ઉપર જવા અને વૈશ્વિક મંચ પર સ્થાન બનાવવા માટે વધુ પ્રોત્સાહન મળશે. દર વર્ષે ICCની એક મુખ્ય મહિલા ટુર્નામેન્ટ યોજાવાથી મહિલા ક્રિકેટ, તેની ખેલાડીઓ અને દુનિયાભરના પ્રશંસકો માટે ગતિ, સાતત્ય અને મજબૂત લય બનાવવાની મહત્વપૂર્ણ તક મળશે. ————— આ સમાચાર પણ વાંચો: અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર:વૈભવ સૂર્યવંશી T20 ટીમમાં સામેલ, શ્રેયસ અય્યર ફરી કેપ્ટન; 4 ખેલાડીઓને ઈજા છતાં સિલેક્ટ કર્યા ભારતે અફઘાનિસ્તાન સામે રમાનારી T20 સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રેયસ અય્યર જ કેપ્ટન તરીકે જળવાઈ રહ્યો છે, જ્યારે સંજુ સેમસન અને ઈશાન કિશન વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ છે. સિરીઝની પહેલી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. આ સિરીઝના તમામ મુકાબલા નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

