ભારતીય બટર ચિકન દુનિયાની ટોપ 6 ચિકન વાનગીમાં:ભારતીય ભોજન દુનિયામાં 13મું સૌથી બેસ્ટ, બટર ગાર્લિક નાન દુનિયાની નંબર-1 બ્રેડ
ભારતીય વાનગી બટર ચિકન હાલના દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં ન્યુઝીલેન્ડના એક મંત્રીએ ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર કરારને ‘બટર ચિકન સુનામી’ ગણાવ્યો હતો. પરંતુ રાજકારણથી હટીને વાત કરીએ તો, ગ્લોબલ ફૂડ ગાઈડ ટેસ્ટએટલસ દ્વારા એપ્રિલ 2026માં પ્રકાશિત ટોપ 100 ચિકન વાનગીઓની યાદીમાં, ભારતનું બટર ચિકન છઠ્ઠા સ્થાને છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ ફૂડ પ્લેટફોર્મ ટેસ્ટ એટલસની બેસ્ટ 100 વાનગીઓની યાદીમાં ભારત ટોપ 15માં સ્થાન જાળવી રાખ્યું છે. આ વર્ષની ટેસ્ટએટલસની યાદીમાં 5 માંથી 4.43ના મજબૂત રેટિંગ સાથે ભારત 13મા સ્થાને છે. 18,912 ફૂડ્સ માટે 590,228 માન્ય રેટિંગના આધારે આ પસંદગી કરવામાં આવી છે. બેસ્ટ 100 ફૂડ રિજનમાં દક્ષિણ ભારત 40મા સ્થાને છે. બેસ્ટ ફૂડ સિટીઝમાં મુંબઈ દુનિયામાં 5મા સ્થાને છે. દિલ્હી 53મા, હૈદરાબાદ 54મા સ્થાને, કોલકાતા 73મા સ્થાને, અને ચેન્નઈ 93મા સ્થાને છે. ટેસ્ટએટલસની બેસ્ટ ફૂડ બાય કેટેગરી લિસ્ટમાં ભારતની બટર ગાર્લિક નાન દુનિયાની નંબર-1 બ્રેડ છે. વેજીટેબલ ડિશીઝમાં મલાઈ કોફ્તા દુનિયામાં ત્રીજા સ્થાને છે. દુનિયાની બેસ્ટ ડેઝર્ટમાં ભારતીય કુલ્ફી 49મા સ્થાને અને ફિરની 60મા સ્થાને છે. શેફ વિકાસ ખન્ના ટાઈમ 100 લિસ્ટમાં, કુલચા બેસ્ટ ડિશમાં… ખાવા-પીવાના મામલે પંજાબના શહેર અમૃતસરનું નામ દુનિયામાં પ્રખ્યાત થઈ રહ્યું છે. હાલમાં જ અમૃતસરના શેફ વિકાસ ખન્નાને ટાઈમ 100 ગ્લોબલ ઈન્ફ્લુએન્સર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યાં જ ટેસ્ટ એટલસની બેસ્ટ 100 ગ્લોબલ ડિશની યાદીમાં અમૃતસરી કુલ્ચાને 17મું સ્થાન મળ્યું છે અને તે ભારતની ડિશમાં સૌથી ઉપર છે. ત્યાં જ દુનિયાની બેસ્ટ 100 બ્રેડમાં પણ અમૃતસરી કુલ્ચા ચોથા નંબર પર છે. એટલું જ નહીં, દુનિયાની બેસ્ટ ફૂડ સિટીઝમાં અમૃતસરનો 48મો નંબર છે. વિકાસ ખન્નાએ ન ફક્ત ન્યૂયોર્કમાં ભારતીય ભોજનને એક નવી ઓળખ આપી, પરંતુ આપત્તિઓ દરમિયાન પોતાની માનવીય સેવાઓથી પણ દુનિયાનું દિલ જીત્યું. દુનિયાના કેટલાક ટોપ ક્યુઝીન 2026માં ઇટાલી ટોપ પર રેન્ક નામ રેટિંગ 1. ઇટાલી- 4.64 2. ગ્રીક- 4.60 6. જાપાન- 4.49 8. ચીન -4.48 9. ફ્રાન્સ- 4.48 13. ભારત -4.43 (સ્ત્રોત- ટેસ્ટએટલસ) કેટેગરી પ્રમાણે બેસ્ટ ફુડ સ્ટ્યૂ ડિશ- બટર ચિકન- 4th વેજીટેબલ ડિશ -મલાઈ કોફ્તા-3rd બ્રેડ – બટર ગાર્લિક નાન 1st
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

