ભૂલી જશો ગળ્યા શક્કરપારાનો સ્વાદ, જ્યારે ઘરે બનાવશો આ ચટપટા મસાલા શક્કરપારા! જાણો ક્રિસ્પી બનવાનું સિક્રેટ
આજે આપણે બધા જાણીએ છીએ કે ઘરના નાસ્તા જેવી મજા બહાર ક્યાંય નથી મળતી. જ્યારે પણ ઘરે કોઈ મહેમાન આવે કે ચા સાથે હળવો નાસ્તો કરવાની ઈચ્છા થાય, ત્યારે ઘરેલું નાસ્તો સૌથી સારી પસંદગી બને છે. તહેવાર હોય કે સાંજનો નાસ્તો શક્કરપારાનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે ગળ્યા શક્કરપારા તો ખાતા જ હોઈએ છીએ, પરંતુ આજે આપણે ગળ્યા શક્કરપારાને આપશું એક નવો ટ્વીસ્ટ. આજે આપણે ઘરે જ બનાવશું સ્વાદિષ્ટ અને ચટપટા મસાલા શક્કરપારા.
મસાલા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી:
લોટ બાંધવા માટે
1 કપ મેંદો
1 કપ ઘઉંનો લોટ
2 ચમચી રવો
3-4 મોટી ચમચી મોણ માટે ગરમ કરેલું તિરૂપતિ કપાસિયા તેલ
મીઠું, હળદર, મરચું સ્વાદ અનુસાર
1 ચમચી વાટેલો અજમો
1 ચમચી વાટેલું જીરું
૧ ચમચી સફેદ તલ
તળવા માટે તિરૂપતિ કપાસિયા તેલ
ચટપટો મસાલો તૈયાર કરવા માટે
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી આમચૂર પાઉડર
1 ચમચી ચાટ મસાલો
½ ચમચી સંચળ પાઉડર
½ મરી પાઉડર
1 ચમચી દળેલી ખાંડ
બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, મેંદો, રવો, અજમો, જીરું, સફેદ તલ, હળદર, મરચું નાખી બધુ મિક્સ કરો, હવે તેમ મોણ માટે ગરમ કરેલું તિરૂપતિ તેલ ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. હવે તેને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
એક નાની વાટકીમાં લાલ મરચું, આમચૂર પાવડર, ચાટ મસાલો, સંચળ અને મરી પાવડર, ખાંડ પાઉડર મિક્સ કરીને તૈયાર રાખો. આ મસાલો આપણે શક્કરપારા તળાયા બાદ તેના પર છાંટવાનો છે.
લોટમાંથી મોટા લૂઆ બનાવી તેને મધ્યમ જાડી રોટલી જેવું વણી લો. હવે ચપ્પુ કે શક્કરપારા કટરની મદદથી ડાયમંડ શેપમાં અથવા ચોરસ ટુકડા કરી લો.
એક કડાઈમાં તિરૂપતિ કપાસિયા તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે શક્કરપારા તેમાં ઉમેરો. ધ્યાન રાખવું કે ગેસની આંચ ધીમીથી મધ્યમ રાખવી, જેથી શક્કરપારા અંદરથી કાચા ન રહે અને એકદમ પડવાળા અને કુરકુરા બને. ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢી લો.
શક્કરપારા ગરમાગરમ હોય ત્યારે જ તેના પર તૈયાર કરેલો ચટપટો મસાલો છાંટી દો અને બરાબર હલાવી લો. ગરમ હોવાને કારણે મસાલો શક્કરપારા પર બરાબર ચોંટી જશે.
કેમ ખાસ છે તિરૂપતિ તેલ ?
સ્વાદિષ્ટ નાસ્તાનું અસલી રહસ્ય તેના તેલમાં છુપાયેલું હોય છે. આ ચટપટા મસાલા શક્કરપારાને બજાર જેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે તિરુપતિ કપાસિયા તેલ એક ઉત્તમ પસંદગી છે. ગૃહિણીઓનો ભરોસો ધરાવતું આ તેલ નાસ્તાના અસલી સ્વાદને જાળવી રાખે છે. તિરુપતિ તેલમાં તળેલા આ શક્કરપારા દેખાવમાં ગોલ્ડન અને ખાવામાં એકદમ કરકરા બને છે, જે તમારી ચાની મજાને બમણી કરી દેશે. તો આજે જ ઘરે બનાવો આ શક્કરપારા અને પરિવારને પીરસો તિરુપતિ તેલ સાથે બનેલી શુદ્ધ અને સ્વાદિષ્ટ વાનગી.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

