માસ શૂટિંગથી થરથર્યું પેન્સિલવેનિયા, 9નાં મોત:ગર્ભવતી મહિલા અને માસૂમ બાળકો પર બેફામ ફાયરિંગ, લાશો ઢાળી હત્યારાએ ખુદને ગોળી મારી લીધી; આ વર્ષે 320થી વધુ મોત
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં શુક્રવાર સાંજે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બાળકો સહિત 9 લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આશંકા છે કે તેણે પોતાને ગોળી મારી હતી. ઘટના એરી શહેરની પેરી સ્ટ્રીટ પર બની હતી. અમેરિકન ન્યૂઝ ચેનલ WCVB અનુસાર, 24 સપ્ટેમ્બર સુધી આ વર્ષે અમેરિકામાં માસ શૂટિંગની 343 ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં 320થી વધુ લોકોનાં મોત થયા છે. પોલીસને રસ્તા પર બે મહિલાઓના મૃતદેહ મળ્યા NBC ફિલાડેલ્ફિયાના અહેવાલ મુજબ, 9 ઑક્ટોબરે સાંજે લગભગ 5 વાગ્યે પોલીસને એરી શહેરની પેરી સ્ટ્રીટ પર ગોળીબારની માહિતી મળી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એક વ્યક્તિએ ઘરની બહાર ગોળીબાર કર્યો અને પછી અંદર જતો રહ્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને રસ્તા પર બે મહિલાઓના મૃતદેહ મળ્યા. અહેવાલ મુજબ, તેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. ત્યારબાદ પોલીસે અને વિશેષ કમાન્ડો ટીમ (SWAT)એ ઘરને ઘેરી લીધું. આ દરમિયાન ઘરની અંદરથી વધુ ગોળીઓ ચાલવાના અવાજો સંભળાયા. બાદમાં જ્યારે પોલીસ ઘરની અંદર પ્રવેશી, ત્યારે ત્યાં વધુ સાત લોકોના મૃતદેહ મળ્યા. તેમાં બાળકો પણ સામેલ હતા. શંકાસ્પદ હુમલાખોર પણ ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યો. પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી પોલીસ મામલાની તપાસમાં લાગી છે. હાલ આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો તેનું કારણ પણ હજી સુધી સામે આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ ચાલુ છે. હાલ ઘટના પાછળના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ વર્ષે અમેરિકામાં થયેલી ગોળીબારની મોટી ઘટનાઓ 1 માર્ચ – ટેક્સાસ: ઓસ્ટિનમાં એક બારની બહાર ગોળીબાર થયો. આ ઘટનામાં 3 લોકોનાં મોત થયા અને 14 લોકો ઘાયલ થયા. 19 એપ્રિલ – લુઇઝિયાના: એક વ્યક્તિએ બે ઘરોમાં ગોળીબાર કરીને 8 બાળકોની હત્યા કરી દીધી. બાદમાં પોલીસ સાથેની અથડામણ દરમિયાન તેનું પણ મોત થયું. 23 ઑગસ્ટ – મોન્ટાના: એક વ્યક્તિએ પરિવાર સાથે રવિવારનું ભોજન લેતી વખતે ગોળીબાર કર્યો. તેમાં 8 સંબંધીઓનાં મોત થયા, જેમાં 4 બાળકો હતાં. બાદમાં ઘરમાં આગ લાગી. આરોપીનું પણ મોત થયું. 4 ઑક્ટોબર – જ્યોર્જિયા: એક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં 2 લોકોનાં મોત થયા અને આશરે 35 લોકો ઘાયલ થયા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


