મિર્ઝાપુરની ગાદી માટે લોહીયાળ જંગ ખેલાશે!:કાલિન ભૈયા, મુન્ના ભૈયા અને બબલુ પંડિતની દમદાર વાપસી, 'મિર્ઝાપુર ધ મૂવી'નું ટ્રેલર રિલીઝ

Last Updated: August 11, 2026By

‘મિર્ઝાપુર ધ મૂવી’નું ઓફિશિયલ ટ્રેલર મંગળવારે (11 ઓગસ્ટ)ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની દમદાર વાપસી બતાવવામાં આવી છે. ટ્રેલરમાં મિર્ઝાપુરની સત્તા, બદલો અને લોહીયાળ સંઘર્ષનો નવો અધ્યાય બતાવવામાં આવ્યો છે. 3 મિનિટ લાંબા આ ટ્રેલરમાં કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત વચ્ચે મિર્ઝાપુરની ગાદીને લઈને લોહીયાળ જંગ અને વર્ચસ્વની વાર્તા બતાવવામાં આવી છે. ‘ભૌકાલ લાઈક નેવર બિફોર’ના વાયદા સાથે આવી રહેલી આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ હિન્દી અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન ગુરમીત સિંહે કર્યું છે. જુઓ ટ્રેલરની ઝલક- દમદાર ડાયલોગ્સ અને એક્શનથી ભરપૂર છે ટ્રેલર ટ્રેલરની શરૂઆત એક ખાલી ગાદી અને દમદાર વૉઇસઓવરથી થાય છે- ‘ગાદી ન તો વારસાથી મળે છે, ન રાજકારણથી… મળે છે તો ફક્ત અને ફક્ત બાહુબળથી.’ ટ્રેલરમાં કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)નો એ જ જૂનો રોફ જોવા મળી રહ્યો છે. જુઓ ટ્રેલર… ટ્રેલરમાં પાત્રોને ખાસ ટાઇટલ સાથે રજૂ કરવામાં આવ્યા છે- કાલીન ભૈયાને ‘ધ કિંગ’, મુન્ના ભૈયા (દિવ્યેન્દુ)ને ‘ધ પ્રિન્સ’ અને ગુડ્ડુ-બબલુ (અલી ફઝલ અને જિતેન્દ્ર કુમાર)ને ‘ધ લાયન્સ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં એક્ટર રવિ કિશનનું પાત્ર ખૂબ જ આક્રમક અને મનોરંજક લાગી રહ્યું છે, જે ગાડીઓની ફાયરિંગ વચ્ચે કટાક્ષ કરતા જોવા મળે છે. આ ઉપરાંત બીના ભાભી (રસિકા દુગલ) પણ આ પાવર ગેમમાં પોતાની રાજકીય ચાલ ચાલતી જોવા મળી રહી છે. બબલુ પંડિતના રોલમાં જિતેન્દ્ર કુમાર વેબ સિરીઝમાં બબલુ પંડિતનું પાત્ર ભજવનાર વિક્રાંત મેસીની જગ્યાએ ફિલ્મમાં એક્ટર જીતેન્દ્ર કુમાર આ રોલ ભજવી રહ્યો છે. આ પહેલા મેકર્સે ફિલ્મના નવા પોસ્ટરો પણ રિલીઝ કર્યા હતા. જેમાં કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી), મુન્ના ભૈયા (દિવ્યેન્દુ), ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને બબલુ પંડિત (જીતેન્દ્ર કુમાર)નો જબરદસ્ત લુક બતાવવામાં આવ્યો છે. રવિ કિશન અને અભિષેક બેનર્જી સહિત મોટી સ્ટારકાસ્ટ દેખાશે ફિલ્મમાં મુખ્ય કિરદારો ઉપરાંત એક મોટી સ્ટારકાસ્ટ સામેલ છે. તેમાં રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગલ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, પ્રમોદ પાઠક, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા શેખર ગૌડ, શ્વેતા ત્રિપાઠી, સોનલ એસ. ચૌહાણ, અનંગ્શા બિસ્વાસ, શાજી ચૌધરી, સત્યેન્દ્ર સોની, કુલભૂષણ ખરબંદા અને સુશાંત સિંહ જોવા મળે છે. ફિલ્મને પુનીત કૃષ્ણાએ લખી છે, જ્યારે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) એ તેને પ્રોડ્યુસ કરી છે.