મિલ્ને ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર:SA20 દરમિયાન ઈજાગ્રસ્ત થયો; કાઇલ જેમિસન ન્યૂઝીલેન્ડ ટીમમાં સામેલ
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્ને હેમસ્ટ્રિંગ ઈજાને કારણે T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ કાઇલ જેમિસનને ન્યૂઝીલેન્ડની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યો છે. મિલ્નેને આ ઈજા SA20 લીગમાં ગયા રવિવારે MI કેપ ટાઉન સામે સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ તરફથી રમતી વખતે થઈ હતી. તે પોતાની પહેલી જ ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં સ્કેનમાં ઈજા ગંભીર હોવાની પુષ્ટિ થઈ, જેના કારણે તેને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. જેમિસન હાલમાં ભારત સામેની સિરીઝમાં ટીમનો ભાગ
જેમિસન હાલમાં ભારત સામે ચાલી રહેલી સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમનો ભાગ છે. જેમિસન અગાઉ વર્લ્ડ કપ સ્ક્વોડમાં ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ હતો. T20 વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર કરવાની ડેડલાઇન 31 જાન્યુઆરી સુધીની છે. આ પછી, કોઈપણ રિપ્લેસમેન્ટ માટે ICCની મંજૂરી લેવી પડશે. અમે બધા એડમ માટે દુઃખી છીએ- ન્યૂઝીલેન્ડ કોચ
ન્યૂઝીલેન્ડના હેડ કોચ રોબ વોલ્ટરે કહ્યું, અમે બધા એડમ માટે ખૂબ દુઃખી છીએ. તેણે ટુર્નામેન્ટ માટે પોતાને તૈયાર કરવા માટે ખૂબ મહેનત કરી હતી અને ઇસ્ટર્ન કેપ સનરાઇઝર્સ માટે તેની આઠ મેચમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. આ એડમ માટે ખૂબ જ કમનસીબ સમય છે અને અમે તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. T20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની અપડેટેડ ટીમ
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઇલ જેમિસન, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટિમ સિફર્ટ અને ઈશ સોઢી. ન્યૂઝીલેન્ડની પહેલી મેચ 8 ફેબ્રુઆરીએ
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે. ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં 7 શહેરોના 8 સ્થળોએ રમાશે. 29 દિવસમાં 55 મેચ રમાશે. ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ 8 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન સામે રમાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

