મેચના એક દિવસ પહેલા હર્ષિત રાણા ભારતીય ટીમમાં સામેલ:અફઘાનિસ્તાન સામે છેલ્લી વન-ડે મેચ રમી શકે, ભારત સિરીઝમાં 2-0થી આગળ
ઝડપી બોલર હર્ષિત રાણાને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો છે. BCCIએ શુક્રવારે જણાવ્યું કે રાણાએ સેન્ટર ઑફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન પૂરું કરી લીધું છે. તે ચેન્નઈમાં ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં 20 જૂને સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચ રમાશે. હર્ષિત આ મેચ રમી શકે છે. હાલમાં, ભારતીય ટીમ 3 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ટીમે પહેલી મેચમાં 7 વિકેટે અને બીજી મેચમાં 170 રનથી જીત મેળવી હતી. રાણાએ સેન્ટર ઑફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હર્ષિત રાણા છેલ્લા કેટલાક સમયથી BCCIના ડોકટરો અને ફિઝિયોથેરાપિસ્ટની દેખરેખ હેઠળ સેન્ટર ઑફ એક્સેલન્સમાં ફિટનેસ પર કામ કરી રહ્યા હતા. તેને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ટીમમાં સામેલ કર્યો છે. હર્ષિતના ટીમમાં જોડાવાથી ભારતના પેસ એટેકને મજબૂતી મળશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આ સિરીઝમાં રમી રહ્યા નથી. અત્યાર સુધી ઝડપી બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પાસે છે. હવે કેપ્ટન શુભમન ગિલ પાસે ચેન્નઈની પરિસ્થિતિઓ અનુસાર ત્રણ પેસર્સનો વિકલ્પ હશે. T20 વર્લ્ડકપ પહેલા રાણા ઈજાગ્ર્રસ્ત થયો હતો હર્ષિત રાણા Tx20 વર્લ્ડ કપ પહેલા સાઉથ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજા ગંભીર હોવાને કારણે તેની સર્જરી કરાવવી પડી. આ જ કારણે તે T20 વર્લ્ડ કપ અને IPL રમી શક્યો નહોતો. ત્રીજી વન-ડે માટે ઈન્ડિયન ટીમ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર, હર્ષ દુબે અને હર્ષિત રાણા. છેલ્લે હર્ષિત રાણાનું વન-ડે કરિયર જુઓ
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

