મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહ્યું:ઇન્સ્ટા પર ઈમોશનલ પોસ્ટ કરી; લખ્યું- આ નિર્ણય ખૂબ મુશ્કેલ અને પીડાદાયક

Last Updated: August 31, 2026By

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. મેસીએ લખ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે. મેસીએ લખ્યું- ‘વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે હાર્યાના બે દિવસ પછી તેમણે આ નિર્ણય લીધો હતો.’ મેસીએ કહ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે. મેસીએ લખ્યું, ‘ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયો છે. ઘણું વિચાર્યા પછી હું બધાને જણાવવા માંગુ છું કે હું નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.’ આગળ વાંચો મેસીએ શું-શું લખ્યું…? પિતાના નિધન પછી કહ્યું હતું કે- વધુ રમી નહીં શકું
મેસીએ પોતાના પિતાના મૃત્યુ પછી એક પોસ્ટમાં લખ્યું હતું કે તેમને આ વાતને લઈને ‘ઘણી શંકા’ હતી કે તેઓ વધુ સમય સુધી આર્જેન્ટિના માટે રમવાનું ચાલુ રાખી શકશે કે નહીં. તેમણે સ્પેન સામે વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના પ્રદર્શન વિશે પણ લખ્યું હતું, ‘મારા પગ હવે આગળ વધી રહ્યા ન હતા. આ વખતે મેં મારી શારીરિક મર્યાદાઓથી આગળ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું તેમ કરી શક્યો નહીં.’ મેસીએ પોતાની નોંધમાં જણાવ્યું કે ફાઇનલના 2 દિવસ પછી તેમણે નિવૃત્તિની ઘોષણા લખી હતી. તેમણે કહ્યું કે પિતા સાથે બનેલી ઘટના પછી તેઓ આ નિર્ણયને લઈને પહેલા કરતા વધુ નિશ્ચિત થઈ ગયા હતા. ફેન્સ અને સાથીદારોનો આભાર માન્યો
મેસીએ આર્જેન્ટિનાના ચાહકોનો છેલ્લા 20 વર્ષના પ્રેમ માટે આભાર માન્યો. તેમણે લખ્યું, ‘મને મેદાન પરથી તમારો અવાજ સાંભળવાનું ખૂબ યાદ આવશે. હવે હું તમારામાંથી જ એક રહીશ અને બહારથી ટીમનું સમર્થન કરીશ, સારા સમયમાં પણ અને ખરાબ સમયમાં પણ, ખાસ કરીને ખરાબ સમયમાં.’ મેસીએ પોતાના પરિવારનો સાથ આપવા બદલ આભાર માન્યો. મેસીએ કહ્યું કે આ સફર ખૂબ જ સુંદર અને મુશ્કેલ રહી. તેમણે દરેક કોચ, સાથી ખેલાડી અને અધિકારીનો પણ આભાર માન્યો, જેમની સાથે તેમણે આ સફર પૂરી કરી. મેસીએ લખ્યું કે તેઓ પોતાની સાથે ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદો અને પળો લઈને જઈ રહ્યા છે. મેસીએ કહ્યું, ‘હું આ શાંતિ અને ગર્વ સાથે જઈ રહ્યો છું કે મેં મારા સાથીદારો સાથે મળીને તમને તે પળો આપી, જેનું અમે ક્યારેય માત્ર સપનું જોયું હતું. તમારા બધા સાથે આ અનુભવ જીવવો શાનદાર રહ્યો. હું તમને પ્રેમ કરું છું.’ તેમણે અંતમાં લખ્યું, “મને આર્જેન્ટિનિયન બનાવવા બદલ આભાર, ભગવાન! લેટ્સ ગો, આર્જેન્ટિના!’ આર્જેન્ટિનાને 2022માં ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડ્યો મેસ્સી પોતાના દેશ માટે સૌથી વધુ ગોલ કરનાર અને સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. મેસ્સીએ 2005માં આર્જેન્ટિના માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ટીમ માટે 6 વર્લ્ડ કપ રમ્યા છે. મેસ્સીએ 2022માં કતરમાં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જીતાડ્યો. આર્જેન્ટિના ત્રીજો વર્લ્ડ કપ જીત્યું હતું. મેસ્સીએ 36 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કર્યો હતો. મેસ્સીએ 2021નો કોપા અમેરિકા જીતીને આર્જેન્ટિનાનો 28 વર્ષનો ટ્રોફી દુષ્કાળ પણ સમાપ્ત કર્યો હતો. ટીમ આ વર્ષે રનરઅપ રહી. તેઓ દક્ષિણ અમેરિકી ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર પુરુષ ખેલાડી છે. મેસ્સી ક્લબ ફૂટબોલમાં ઇન્ટર મિયામી માટે રમે છે.

Leave A Comment