રક્ષાબંધન પહેલાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા:સોનું ₹2,860 સસ્તું થઈને ₹1.58 લાખ પર આવ્યું, 1 કિલો ચાંદીની કિંમત ₹2,791 ઓછી થઈ
રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે આજે 27 ઓગસ્ટે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,860 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા થયો છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 2,791 રૂપિયા ઘટીને 2.40 લાખ રૂપિયા પર આવી ગયો છે. આ વર્ષે સોનું ₹25 હજાર મોંઘું થયું છે આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 29 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.58 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.40 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન 29 જાન્યુઆરીના રોજ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો ઓલટાઇમ હાઈ પણ બનાવ્યો હતો. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

