રજત પાટીદારે ધોની અને રોહિતની બરાબરી કરી:કોહલીની સૌથી ઝડપી ફિફ્ટી, વૈભવ સૂર્યવંશીએ સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર ફટકારી; ટૉપ-15 રેકોર્ડ્સ
IPL 2026 રેકોર્ડ્સવાળી સીઝન સાબિત થઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વાર ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. કેપ્ટન રજત પાટીદારે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માના ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું. તે સતત બે ટ્રોફી જીતનાર ત્રીજો કેપ્ટન બન્યો. ફાઈનલમાં વિરાટ કોહલીએ પોતાની IPL કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારીને જીત અપાવી. બીજી તરફ, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એક સીઝનમાં 72 સિક્સ ફટકારીને ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને એક સીઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો. સૂર્યવંશી સૌથી ઓછી ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી પણ બન્યો. આ સીઝનમાં બેટર્સે મળીને રન બનાવવાનો નવો ઇતિહાસ પણ રચ્યો. આખી સીઝનમાં 27,450 રન બન્યા, જે IPLની કોઈપણ સીઝનમાં સૌથી વધુ છે. IPL 2026ના 15 રેકોર્ડ્સ 1. બેંગલુરુ સૌથી વધુ ટ્રોફી જીતનારી ચોથી ટીમ બેંગલુરુએ સતત બીજી વખત IPL ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. ટીમ સતત બે સીઝન (2025, 2026) ચેમ્પિયન બનનારી માત્ર ત્રીજી ફ્રેન્ચાઇઝી બની. આ પહેલા માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ (2010, 2011) અને મુંબઈ ઈન્ડિયન્સ (2019, 2020) જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. બેંગલુરુ સૌથી વધુ ટ્રોફી જીતનારી ટીમની યાદીમાં કોલકાતા (3), મુંબઈ (5) અને ચેન્નઈ (5) પછી ચોથા સ્થાને પહોંચી ગયું. ટીમે પોતાની બંને ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીતી. તે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પછી એક જ મેદાન પર બે IPL ફાઈનલ જીતનારી ચોથી ટીમ બની. 2. કોહલીની 25 બોલમાં ફિફ્ટી કોહલીએ ફાઈનલમાં ગુજરાત સામે 25 બોલમાં ફિફ્ટી ફટકારી. આ IPLમાં તેની સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા તેણે 2018માં 26 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. કોહલી ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો. કોહલીએ IPL ફાઈનલમાં 10 વર્ષ પછી ફિફ્ટી ફટકારી છે. તેણે 2015માં હૈદરાબાદ સામે અર્ધશતક લગાવ્યું હતું. જોકે, ત્યારે બેંગલુરુ હારી ગયું હતું. 3. પાટીદારે સતત બીજું ટાઇટલ જીત્યું રજત પાટીદારે બેંગલુરુને સતત બીજો IPL ટાઇટલ જીતાડ્યો. તે આવું કરનાર ત્રીજો કેપ્ટન બન્યો. તેણે એમએસ ધોની અને રોહિત શર્માની બરાબરી કરી. ધોનીએ 2010 અને 2011માં ચેન્નઈ સુપર કિંગ્સને ટાઇટલ જીતાડ્યું હતું, જ્યારે રોહિતે 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. 4. વૈભવે ક્રિસ ગેલના છગ્ગાનો રેકોર્ડ તોડ્યો રાજસ્થાનના વૈભવ સૂર્યવંશીએ એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. તેણે આ સીઝનમાં 72 છગ્ગા માર્યા. ગેલે 2012માં બેંગલુરુ માટે 59 છગ્ગા માર્યા હતા. IPL 2026માં 1426 છગ્ગા લાગ્યા છે. જે એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા લાગવાનો રેકોર્ડ છે. 2025માં 1294 છગ્ગા લાગ્યા હતા. એટલું જ નહીં, આ સીઝનમાં 2332 ચોગ્ગા લાગ્યા છે. ગત સીઝનમાં 2245 ચોગ્ગા લાગ્યા હતા. 5. IPLના એક દિવસમાં 986 રન બન્યા આ સીઝનમાં 25 એપ્રિલ રેકોર્ડનો દિવસ રહ્યો, જ્યારે બે મેચમાં કુલ 986 રન બન્યા. દિવસની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે 264/2નો સ્કોર બનાવ્યો, જેને પંજાબે 5 વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો. બીજી મેચમાં રાજસ્થાનના 229 રનના ટાર્ગેટને હૈદરાબાદે ચેઝ કર્યો. આ પહેલા 2024માં એક દિવસમાં 899 રન બન્યા હતા. 6. પંજાબે સૌથી મોટો રન ચેઝ કર્યો પંજાબે દિલ્હી સામે ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો. ટીમે 18.5 ઓવરમાં 265 રન બનાવ્યા. તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો, જે 2024માં કોલકાતા સામે 262 રન ચેઝ કરીને બનાવ્યો હતો. આ સીઝનમાં સૌથી વધુ 17 વખત 200+ નો સ્કોર ચેઝ થયો. ગઈ સીઝનમાં 9 વખત થયો હતો. 7. એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવામાં આવી IPL 2026ની સીઝનમાં કુલ 14 બેટર્સે 15 સદી ફટકારી. સંજુ 2 સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી રહ્યો. આ પહેલા 2024માં સૌથી વધુ 14 સદી ફટકારી હતી. આ સીઝનમાં 154 ફિફ્ટી લાગી જે સૌથી વધુ છે. ગઈ સીઝનમાં 143 ફિફ્ટી લાગી હતી. 8. વૈભવ સૌથી ઓછી બોલ પર હજાર રન બનાવનાર બેટર વૈભવ IPLમાં સૌથી ઓછી બોલમાં હજાર રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે આ માટે 440 બોલ રમ્યા. તેણે આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો, જેણે હજાર રન બનાવવા માટે 545 બોલ રમ્યા હતા. 9. વૈભવે વોર્નરનો રેકોર્ડ તોડ્યો વૈભવે આ સીઝનમાં પાવરપ્લેમાં 521 રન બનાવ્યા. તેણે 233.63ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો. વોર્નરે 2016ના પાવરપ્લેમાં 467 રન બનાવ્યા હતા. 10. વૈભવ સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ પ્લેયર વૈભવને સીઝનમાં 776 રન બનાવવા બદલ ઓરેન્જ કેપ મળી. તે IPLની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ બેટર બન્યો. અગાઉ આ રેકોર્ડ તેના જ સાથી ઓપનર યશસ્વી જયસ્વાલના નામે હતો, જેણે 2023માં રાજસ્થાન માટે 625 રન બનાવ્યા હતા. 11. રાહુલ IPLમાં 150 રન બનાવનાર પ્રથમ ભારતીય રાહુલે પંજાબ સામે 67 બોલમાં અણનમ 152 રન બનાવ્યા. આ IPLમાં કોઈ ભારતીયનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ અભિષેક શર્માના નામે હતો. તેણે પંજાબ સામે જ 141 રન બનાવ્યા હતા. ઓવરઓલ IPLના સૌથી મોટા વ્યક્તિગત સ્કોરમાં પ્રથમ સ્થાને ક્રિસ ગેલ (175*) અને બીજા સ્થાને બ્રેન્ડન મેક્કુલમ (158*) છે. રાહુલના 152 રન T20માં કોઈપણ ભારતીયનો સૌથી મોટો સ્કોર પણ છે. આ પહેલા આ રેકોર્ડ તિલક વર્માના નામે હતો, જેણે 2024માં ભારતીય ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલીમાં રાજકોટમાં મેઘાલય સામે 151 રન બનાવ્યા હતા. 12. પાટીદાર સૌથી ઝડપી 200 T20 છગ્ગા ફટકારનાર ભારતીય RCBના કેપ્ટન રજત પાટીદારે T20 ક્રિકેટમાં માત્ર 105 ઇનિંગ્સમાં 200 છગ્ગા ફટકાર્યા. તે આ આંકડા સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બેટર બન્યો. તેણે અભિષેક શર્મા (125 ઇનિંગ્સ)ને પાછળ છોડ્યો. 13. હૈદરાબાદ એક સીઝનમાં સૌથી વધુ વખત 200+ રન બનાવનાર ટીમ બની હૈદરાબાદ IPLની એક સીઝનમાં સૌથી વધુ વખત 200+ સ્કોર કરનારી ટીમ બની ગઈ. ટીમે 9 વખત આ આંકડો પાર કર્યો. આ રેકોર્ડ પહેલા ગુજરાતના નામે હતો, જેમણે 2025માં 8 વખત 200 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. 14. પ્રભસિમરન સતત બે સીઝનમાં 500+ રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ બેટર પ્રભસિમરન સિંહે આ સીઝનમાં 510 રન બનાવ્યા. તે પ્રથમ અનકેપ્ડ ખેલાડી બની ગયો છે, જેણે બે સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. તેણે 2025માં પણ 549 રન બનાવ્યા હતા. 15. ગિલ-સુદર્શનની 11મી સેન્ચુરીની ભાગીદારી શુભમન ગિલ અને સાઈ સુદર્શનએ એલિમિનેટરમાં રાજસ્થાન સામે 167 રનની ભાગીદારી કરી. આ IPLમાં તેમની 11મી 100+ રનની ભાગીદારી હતી. સુદર્શન અને ગિલની જોડીએ T20 ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ વખત સેન્ચુરીની ભાગીદારી કરી લીધી. બીજા સ્થાને ક્રિસ ગેલ અને વિરાટ કોહલી (10 વખત) છે. હવે છેલ્લે ફાઈનલની ખાસ વાતો ————————— IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. ગઢમાં ગુજરાતની હારની ઇનસાઇડ સ્ટોરી: અમદાવાદનો ‘પ્રિન્સ’ ગિલ ફેલ, પર્પલ કેપ હોલ્ડર રબાડા ફાઇનલમાં ધોવાયો; GT 5 કારણોના લીધે ટ્રોફી ચૂકી સવાલ એ થાય છે કે આખરે શુભમન ગિલ એન્ડ કંપની ફાઇનલ જેવા મોટા મુકાબલામાં એકતરફી રીતે કેમ હારી ગઈ? આ આખી સીઝનમાં જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, પણ ફાઇનલમાં જ ફ્લોપ શૉ જોવા મળ્યો. ચાલો, આપણે જોઈએ ગુજરાત ટાઇટન્સના હાથમાંથી ટ્રોફી સરકી જવાના 5 કારણો વિશે. સંપૂર્ણ સમાચાર વાંચો… 4. IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત બીજી સીઝનમાં IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવા પર RCBને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી, જ્યારે રનર-અપ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

