રોજર ફેડરર ટેનિસ હૉલ ઑફ ફેમમાં સામેલ:સ્પીચ આપતી વખતે રડી પડ્યા, કહ્યું- આ જીવનનું સૌથી મોટું સન્માન છે; 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા

Last Updated: August 30, 2026By

પૂર્વ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને ટેનિસ હૉલ ઑફ ફેમમાં સામેલ કર્યા. આ દરમિયાન ફેડરર સ્પીચ આપતી વખતે ઘણી વાર ભાવુક થઈ ગયા. 45 વર્ષીય ફેડરરે પોતાના ભાષણમાં વિરોધીઓ, અધિકારીઓ અને પ્રશંસકોને યાદ કર્યા. પરિવાર અને મિત્રોનો આભાર માનતી વખતે તેઓ રડી પડ્યા. અમેરિકી સ્ટેટ રોડ આઇલેન્ડના ન્યૂપોર્ટમાં શનિવારે યોજાયેલા સમારોહમાં ફેડરરે કહ્યું- ‘આ મારા જીવનના સૌથી મોટા સન્માનોમાંથી એક છે. આને હૉલ ઑફ ફેમ કહેવાય છે, પરંતુ યશ મેળવવો ક્યારેય મારું લક્ષ્ય નહોતું. મારું લક્ષ્ય હતું કે હું મારું જીવન એ કામ કરતા વિતાવું, જેનાથી મને પ્રેમ છે અને જે લોકોને પણ તેનાથી એટલો જ પ્રેમ છે, તેમની સાથે રહું.’ સ્વિટ્ઝર્લેન્ડના ફેડરરે 2022માં ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ અને 103 એટીપી ચેમ્પિયનશિપ જીતી. ફેડરરે 5 હજાર હેડબેન્ડ, 7 હજાર જોડી મોજાં પહેર્યા ફેડરરે તેની કારકિર્દીના કેટલાક અનોખા આંકડા શેર કર્યા. તેમણે જણાવ્યું કે 1998માં ATP ટૂરની શરૂઆતથી લઈને 2022માં નિવૃત્તિ લેવા સુધી તેમણે 5,000થી વધુ હેડબેન્ડ પહેર્યા. ફેડરરે એ પણ જણાવ્યું કે તેઓ મેચ દરમિયાન એકસાથે બે-બે મોજાં પહેરતા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 7 હજારથી વધુ જોડી મોજાંનો ઉપયોગ કર્યો. ફેડરરે પોતાની સફરને યાદ કરતા કહ્યું- ‘ટેનિસમાં આ મુકામ સુધી પહોંચવાની લાગણીને શબ્દોમાં વર્ણવવી કે કોઈ માપદંડથી માપવી અશક્ય છે. મારી સફર બેસલમાં માત્ર 13 વર્ષની ઉંમરે એક ATP ટુર્નામેન્ટમાં બોલ બોય બનવાથી શરૂ થઈ હતી.’ બોલ કિડ્સ અને પરિવારનો આભાર માનતા રડી પડ્યા ફેડરરે કહ્યું- ‘હું દરેક બોલ કિડનો આભાર માનવા માંગુ છું, જે મારી કોઈપણ મેચ દરમિયાન કલાકો સુધી ઊભો રહ્યો. હું તમને જોઉં છું. હું તમારો આભાર માનું છું. હું પણ ક્યારેક તમારી જગ્યાએ હતો.’ પોતાના આદર્શ સ્ટીફન એડબર્ગ, ટેનિસના અન્ય સ્ટાર્સ, પરિવાર અને કારકિર્દીમાં સાથ આપનાર સ્ટાફનું નામ લેતા ફેડરરની આંખોમાં આંસુ આવી ગયા. આ પછી તેમણે મજાક કરતા કહ્યું- ‘મને અત્યારે ટિશ્યુ, સનગ્લાસ અને પોતાને બચાવવા માટે દરેક વસ્તુની જરૂર છે. આ બધું ખૂબ ગડબડ થઈ ગયું છે.’ કહ્યું- ટેનિસ હંમેશા તેમના જીવનનો ભાગ રહેશે ફેડરરે કહ્યું- ‘જેમ કે તમે જોઈ શકો છો, હું હજી પણ ટેનિસને મારો પ્રેમ પત્ર લખી રહ્યો છું. ખેલાડી તરીકે મારો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ ટેનિસ હંમેશા તે બધી વસ્તુઓની વચ્ચે રહેશે, જેની મને સૌથી વધુ પરવા છે.’ તેમણે કહ્યું- ‘એમાં મારો પરિવાર, અમારી મિત્રતા, છેલ્લા 40 વર્ષ અને તે ભવિષ્ય શામેલ છે, જેને આપણે બનાવી રહ્યા છીએ. મારા માટે ટેનિસ જ આ બધાનો જવાબદાર છે.’ 2019માં ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા હતા, પછી US ઓપન રમ્યા નહોતા ફેડરરે 2019 US ઓપનમાં ક્વાર્ટર ફાઇનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને ગ્રિગોર દિમિત્રોવે હરાવ્યા હતા. તે સમયે એવું માનવામાં આવતું હતું કે ફેડરર આગળ પણ ન્યૂયોર્કના આ ટૂર્નામેન્ટમાં રમશે, પરંતુ એવું થયું નહીં. તેઓ 2020 US ઓપનમાં રમ્યા નહોતા અને 2021માં વિમ્બલ્ડન તેમનો છેલ્લો ગ્રાન્ડ સ્લેમ રહ્યો હતો. 2022માં તેમણે પ્રોફેશનલ ટેનિસમાંથી સંન્યાસ લઈ લીધો હતો. 2004થી 2008 સુધી સતત 5 US ઓપન ખિતાબ જીત્યા ફેડરરે 2004થી 2008 સુધી સતત 5 વખત મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો. ઓપન એરામાં સતત 5 US ઓપન ખિતાબ જીતનાર તેઓ એકમાત્ર પુરુષ ખેલાડી છે. ———————————— સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… સુનીલ છેત્રીએ કહ્યું- બ્રાઝિલ-ઉરુગ્વે સામે રમવા પર થોડી ઈર્ષ્યા થઈ: 20 વર્ષમાં મને આવી તક મળી નથી; 3 ઓક્ટોબરે ભારતનો મુકાબલો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ બ્રાઝિલ અને ઉરુગ્વે સામે ભારતના મુકાબલાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વર્તમાન ટીમને આ મોટી ટીમ સામે રમતા જોઈને તેમને થોડી ઈર્ષ્યા થાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment