''લેટેન્ટ'માં આવવા સમય રૈનાએ મને ₹25 લાખની ઓફર આપી':સુનીલ પાલે કહ્યું, 'હું શોમાં શા માટે જાઉં? તે મને ફોલો કરે છે, તે મારી પાછળ આવશે'

Last Updated: July 3, 2026By

કોમેડિયન સુનીલ પાલે સમય રૈનાના વિવાદાસ્પદ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં સામેલ થવા અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી. ગુરુવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો કે, સમય રૈનાએ તેમને શોમાં આવવા માટે 25 લાખ રૂપિયાની ઓફર આપી હતી. ગુરુવારે તેઓ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ જોવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાપારાઝી સાથેની વાતચીતમાં સુનીલે કહ્યું, ‘સમય રૈનાના લગભગ 11 મિલિયન ફોલોઅર્સ છે અને તે મને ફોલો કરે છે. આ દર્શાવે છે કે હવે તે સાચા માણસને ફોલો કરી રહ્યો છે. તે સાચી મંઝિલ સુધી પહોંચી જશે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ સમય રૈનાના શોમાં ક્યારે જોવા મળશે, ત્યારે તેમણે કહ્યું, ‘હું તેના શોમાં શા માટે જઈશ. તે મને ફોલો કરી રહ્યો છે. તે મારી પાછળ આવશે.’ સુનીલ પાલે આગળ દાવો કર્યો કે, સમયે તેમની સાથે શોમાં આવવા માટે વાતચીત કરી હતી અને 25 લાખ રૂપિયા આપવાની ઓફર પણ કરી હતી. તેમના મતે, તેમણે કહ્યું હતું કે તેઓ ગાળાગાળી નહીં કરે. આના પર સમયે કથિત રીતે જવાબ આપ્યો હતો, ‘સર, ગાળો તો તમે ન આપતા, પરંતુ અમે બધા આપીશું.’ જોકે, સુનીલ પાલે એ કન્ફર્મ કર્યું નથી કે, તેઓ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનમાં સામેલ થશે કે નહીં. આલિયા ભટ્ટ પર પણ કટાક્ષ કર્યો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનના પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મહેમાન તરીકે જોવા મળી હતી. આ અંગે સુનીલે કહ્યું, ‘જ્યાં-જ્યાં છે આલિયા, ત્યાં-ત્યાં છે ગાળીઓ, વગાડો તો તાળીઓ, નહીં તો સપનામાં આવશે વિજય માલ્યા.’ નોંધનીય છે કે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની પહેલી સીઝનમાં ઉપયોગમાં લેવાયેલી ભાષાને લઈને સુનીલ પાલે જાહેરમાં વાંધો ઉઠાવ્યો હતો. તે સમયે શોને લઈને વિવાદ પણ થયો હતો. વળી, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2’ને લઈને સુનીલ પાલે એમ પણ કહ્યું હતું કે, ‘સમય રૈનાની નવી સીઝનમાં બે લોકોને બેસાડો, પોતાના માતાજી અને પોતાના પિતાજીને બેસાડો. તેમની સામે શો કરીને બતાવો, ત્યારે હું માનીશ કે સમય છે અને રૈના છે.’