લો બોલો, ટ્રાફિક જામના કારણે ઈન્ડિયન ટીમ સ્ટેડિયમે મોડી પહોંચી:ભારતે સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો, બટલર-બ્રુકે ભારતીય બોલર્સને ધોઈને રેકોર્ડ પાર્ટનરશીપ બનાવી; રેકોર્ડ્સ-મોમેન્ટ્સ

Last Updated: July 12, 2026By

ઇંગ્લેન્ડે પાંચમી T20 મેચમાં ભારતને 56 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા પહેલીવાર કોઈ સિરીઝ કે ટુર્નામેન્ટમાં 4 મેચ હારી છે. ઇંગ્લિશ ટીમે પહેલા બેટિંગ કરતા 257 રન બનાવ્યા. આ ભારત સામે કોઈ ટીમનો સૌથી મોટો સ્કોર છે. આ મેચ અડધા કલાક મોડી શરૂ થઈ. હકીકતમાં ભારતીય ટીમ ટ્રાફિકના કારણે અડધો કલાક મોડી સ્ટેડિયમ પહોંચી. IND vs ENG મેચના ટૉપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. ભારત સામે સૌથી મોટો સ્કોર બન્યો ઇંગ્લેન્ડે 3 વિકેટે 257 રન બનાવ્યા. T20માં ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા પણ આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે જ હતો. ટીમે 2026માં વાનખેડે સ્ટેડિયમમાં 246 રન બનાવ્યા હતા. 2. ભારત સિરીઝમાં 4 મેચ હાર્યું ભારત સિરીઝમાં 4 મેચ હાર્યું. આ કોઈ પણ T20 સિરીઝ કે ટુર્નામેન્ટમાં ભારતને મળેલી સૌથી વધુ હાર છે. આ પહેલા ટીમ કોઈ પણ સિરીઝ કે ટુર્નામેન્ટમાં 3થી વધુ મેચ હારી ન હતી. 3. બ્રુકે 229 રન બનાવ્યા હેરી બ્રુકે 5 મેચની T20 સિરીઝમાં 229 રન બનાવ્યા. તે ભારત સામેની કોઈપણ બાઇલેટરલ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો. તેણે વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરનનો રેકોર્ડ તોડ્યો. તેણે 2022માં ભારત સામે 3 મેચમાં 184 રન બનાવ્યા હતા. 4. ઇંગ્લેન્ડે 17 છગ્ગા ફટકાર્યા ઇંગ્લેન્ડે સાઉધમ્પ્ટનમાં 17 છગ્ગા ફટકાર્યા. આ ભારતનો કોઈપણ T20 મેચમાં બીજો સૌથી ખરાબ દેખાવ છે. વેસ્ટ ઇન્ડીઝે 2016માં ભારત સામે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. તેમણે લોડરહિલમાં રમાયેલી મેચમાં 21 છગ્ગા ફટકાર્યા હતા. 5. શ્રેયસે ધોનીની બરાબરી કરી શ્રેયસ અય્યરે T20માં સતત ટૉસ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી. તેણે 2026માં સતત સાતમી વખત ટૉસ જીત્યો. ધોનીએ પણ 2010થી 2012ની વચ્ચે સતત 7 ટૉસ જીત્યા હતા. વિરાટ કોહલી 6 ટૉસ સાથે ત્રીજા નંબર પર છે. 6. ભારત સામે સૌથી મોટી ભાગીદારી બટલર અને બ્રુકે 233 રન જોડીને T20માં ભારત સામે સૌથી મોટી ભાગીદારી કરી. આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ડેવિડ મિલરના નામે હતો. તેમણે 2022માં ગુવાહાટીમાં અણનમ 174 રન જોડ્યા હતા. 7. બટલર-બ્રુકે ઇંગ્લેન્ડ માટે સૌથી મોટી ભાગીદારી કરી બટલર અને બ્રુકે સાઉથમ્પ્ટનમાં 233 રનની પાર્ટનરશીપ કરી. આ T20માં ઇંગ્લેન્ડ માટે કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ડેવિડ મલાન અને ઇયોન મોર્ગને 2019માં ન્યૂઝીલેન્ડ સામે નેપિયરમાં 182 રન જોડ્યા હતા. 8. બટલર-બ્રુકે 233 રનની પાર્ટનરશીપ કરી બટલર અને બ્રુકે T20માં કોઈપણ વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી કરી. તેમણે બીજી વિકેટ માટે 233 રન જોડ્યા. અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઈ અને ઉસ્માન ગની ટોચ પર છે. તેમણે 2019માં આયર્લેન્ડ સામે દેહરાદૂનમાં 236 રનની ભાગીદારી કરી હતી. 9. બટલરે ઇંગ્લેન્ડ માટે બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમી બટલરે T20માં ઇંગ્લેન્ડ માટે બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમી. તેણે 131 રન બનાવ્યા. ફિલ સોલ્ટે 2025માં ટીમ માટે સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તેણે સાઉથ આફ્રિકા સામે માન્ચેસ્ટરમાં અણનમ 141 રનની ઇનિંગ્સ રમી હતી. 10. અભિષેક શર્માનો 53મી T20 મેચમાં રેકોર્ડ અભિષેક શર્મા અન્ય કોઈ ફોર્મેટ રમ્યા વિના સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ રમનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે ભારત માટે 53 T20 મેચ રમી છે. અભિષેકે અત્યાર સુધી વન-ડે કે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું નથી. વેસ્ટ ઇન્ડીઝના સેમ્યુઅલ બદ્રી 52 મેચ સાથે બીજા સ્થાને છે. 11. ભારત સામે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બટલર ભારત સામે T20માં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટર બની ગયો છે. તેણે સાઉથેમ્પ્ટનમાં 131 રન બનાવ્યા. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના એવિન લુઈસના નામે હતો. તેણે 2017માં કિંગ્સ્ટનમાં ભારત સામે અણનમ 125 રન બનાવ્યા હતા. અહીંથી ટૉપ મોમેન્ટ્સ… 1. ભારતીય ટીમ ટ્રાફિકમાં ફસાઈ, મેચ મોડો શરૂ થયો મેચ અડધો કલાક મોડો શરૂ થયો. તેનું કારણ ટ્રાફિક હતું. ભારતીય ટીમ હોટલથી રોઝ બાઉલ ગ્રાઉન્ડ આવવા નીકળી, પરંતુ ટ્રાફિકમાં ફસાઈ ગઈ. જેના કારણે સાંજે 7:15 વાગ્યે ટૉસ થયો અને 7:30 વાગ્યે મેચ શરૂ થયો. મેચનું શેડ્યૂલ સાંજે 7 વાગ્યાનું હતું. 2. શિવમ દુબેએ 3 રન પર બ્રુકનો કેચ છોડ્યો હેરી બ્રુકનો કેચ છૂટવો ભારતીય ટીમ માટે ઘણો મોંઘો સાબિત થયો. શિવમ દુબેએ પ્રથમ ઇનિંગ્સની પાંચમી ઓવરમાં 3 રન પર બ્રુકનો કેચ છોડ્યો. પ્રિન્સ યાદવે ઓવરનો બીજો બોલ શોર્ટ લેન્થ નાખ્યો. બ્રુકે શોટ માર્યો, પરંતુ બોલ બેટની ટોપ એડ્જ વાગતા હવામાં ઉછળ્યો. શિવમ દુબે બોલને બરાબર જજ કરી શક્યો નહીં. સમય હોવા છતાં તે બોલ નીચે પહોંચી શક્યો નહીં અને કેચ છૂટી ગયો. 3. ભારતે મિસફિલ્ડ કર્યા, 3 કેચ છોડ્યા ભારતીય ફિલ્ડરોએ ઓછામાં ઓછા 9 વખત મિસફિલ્ડ કર્યા. જેના કારણે લગભગ 15 રન વધારાના ગયા. આ ઉપરાંત ટીમે 3 કેચ છોડ્યા. જેમાં 2 કેચ બ્રુકના અને એક કેચ જોસ બટલરનો હતો. ———————– ENG vs IND સંબંધિત આ સમાચાર પણ વાંચો… પાંચમી T20માં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવ્યું; સિરીઝ 4-0થી જીતી ઇંગ્લેન્ડે પાંચમી T20માં ભારતને 56 રનથી હરાવીને 5 મેચની સિરીઝ 4-0થી પોતાના નામે કરી લીધી. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 201/9 રન જ બનાવી શકી. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment