વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટમાં ત્રણ રેસલર્સ પર હુમલો:ઉસોઝ અને સિકોઆ ઘાયલ ;લોહીથી લથપથ વિઝ્યુઅલ્સને બ્લર કર્યા
WWEના મંડે નાઇટ રોના તાજેતરના એપિસોડમાં ધ ઉસોઝ, જિમી ઉસો અને સોલો સિકોઆ પર જીવલેણ હુમલો કર્યો. ત્યારબાદ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. શોના કોમેન્ટેટર જો ટેસિટોરે આ માહિતી આપી. હુમલાના વીડિયોમાં એટલો લોહીયાળ દ્રશ્ય હતું કે ટીવી સ્ક્રીન પર વિઝ્યુઅલ્સને બ્લર કર્યા. ફૂટેજને ફ્રીઝ કરીને સેન્સર પણ કરવું પડ્યું. ધ ઉસોઝ પર કાર પાસે હુમલો રોયસ કીઝ અને OTMએ રોની શરૂઆતમાં ધ ઉસોઝ, જિમી ઉસો પર હુમલો કર્યો. હુમલાખોરોએ જિમીને કાર ઉપર પછાડી દીધો. ત્યારબાદ જે ઉસોને પણ ખરાબ રીતે માર્યો. જેનો ચહેરો લોહીથી લથપથ દેખાયો, જેના કારણે WWEએ ટીવી પર તે ભાગને બ્લર કરી દીધો. હુમલા દરમિયાન જેકબ ફાટુ ત્યાં પહોંચ્યો અને હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, રોયસ કીઝ અને OTM ત્યાંથી નીકળી ગયા. આ હુમલાએ રોયસ કીઝ અને OTMને WWEમાં એક મોટા ખતરા તરીકે સ્થાપિત કરી દીધા છે. સોલો સિકોઆ પર બેકસ્ટેજ હુમલો સોલો સિકોઆને બેકસ્ટેજ નિશાન બનાવ્યો. ત્યારબાદ તે ઘાયલ હાલતમાં પડેલો મળ્યો. આ હુમલા માટે રોમન રેન્સનું નામ સામે આવ્યું, પરંતુ રેન્સે તેમાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો. રેન્સે એલએ નાઇટનું નામ પણ આ મામલામાં ન જોડવાની વાત કહી. ત્રણેયને મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા જો ટેસિટોરે જણાવ્યું કે રોમાં બનેલી ઘટના બાદ ઘણા સ્ટાર્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેમણે કહ્યું કે સોલો સિકોઆ, જે ઉસો અને જિમી ઉસોને સ્થાનિક મેડિકલ સેન્ટર પહોંચાડ્યા છે. તેમણે જણાવ્યું કે ડોકટરો આ ત્રણેયની ઇજાઓનું આકલન કરી રહ્યા છે. જો ટેસિટોરે કહ્યું, ‘અમને હમણાં જ આ માહિતી મળી છે, જે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. સોલો સિકોઆ, જે ઉસો અને જિમી ઉસો વિશે માહિતી મળી છે કે ત્રણેયને WWE રો એપિસોડ પછી સ્થાનિક મેડિકલ સેન્ટરમાં પહોંચાડ્યા હતા. ત્યાં તેમને ઘણી ઇજાઓ થઈ હોવાની માહિતી પણ સામે આવી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

